Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શનિવારે દેશભકિતના ગીતો-ફિલ્મી ગીતો ગુંજશે

મ્યુઝીક લવર્સ દ્વારા સરકારી ગાઇડ લાઇન અનુસાર કાર્યક્રમ

રાજકોટઃ શ્રી જીતુભાઇ હિરાની તેમજ શ્રી દ્વારકાદાસ સોનીની એક અખબારી યાદી જણાવે છે કે, મ્યુઝીક લવર્સના બેનર હેઠળ તા.૧૪ શનિવારે સાંજે ૪ થી ૮ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ દેશ ભકિત તેમજ અન્ય ફિલ્મી ગીતોનો એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત-રસિકો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિત સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. ગાયકો સર્વશ્રી મહમદ એલ્યાસ, આઝમીન પઠાણ, બાપી શેખ, જિતેન્દ્ર સોની, નીતા ઉપાધ્યાય, હિરેન સોલંકી, રશ્મીકાંત જોષી, કમલેશ અગ્રાવત, આસ્થા અગ્રાવત વિગેરે ઉભરતા નવા ટેલેન્ટેડ કલાકારો પોતાની કલા પીરસશે. સ્ટેજ સંચાલન બિપીન જીવાણી કરશે. 

(3:05 pm IST)