Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

'આપ' યુથ વિંગ દ્વારા શનિવારે રકતદાન કેમ્પ

સ્વાતંત્રપર્વ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી સ્વરૂપે

રાજકોટઃ ૭૫માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી નીમીતે તેમજ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી સ્વરૂપે અને જરૂરીયાતમંદ  લોકોને મુશ્કેલીના સમયમાં લોહી મળી રહી તે હેતુથી આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તા.૧૫ને રવિવારે સવારે ૯ થી ૨ સુધી  બ્રહ્મસમાજની વાડી, બ્રહ્મસમાજ ચોક ખાતે આયોજન કરેલ છે. કોરોનાની ગાઇડ લાઇન મુજબ કાર્યક્રમ યોજાશે.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં આમ આદમી પાર્ટી યુથવીંગ દ્વારા ૫૦૦થી વધુ રકતદાન થાય તેવુ લક્ષ્ય નિર્ધારીત કરેલ છે. આ બ્લડ ડોનેશનને સફળ બનાવવા આયોજન રાજકોટ શહેર યુવા પ્રમુખ શ્રી રવિ માણેક, યુવા ઉપપ્રમુખ શ્રી રાજદીપસિંહ વાઘેલા, શ્રી અહેમદ સાંઘ, શ્રી પ્રણવ ગઢવી, શ્રી ઉમેશ ઝાલાવડીયા, યુવા સંગઠન મહામંત્રી શ્રી મનમીત બારોટ, યુવા મહામંત્રી શ્રી હાર્દિક પંડયા, યુવામંત્રીશ્રી સાગર રુપારેલ, મયુર કાચા, ધર્મેશ ભોજાણી, યુવા સહમંત્રી શ્રી ધર્મેશ રંગાણી, તોફીક ખાખુ, કરણ કાનગઢ, યુવા ખજાનચીશ્રી ચિરાગ પટેલ, યુવા સોશ્યલ મિડીયા વિરાજ મચ્છોયા વગેરેએ જહેમત ઉઠાવી રહયા છે. તેમ રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની  યાદી જણાવે છે. વધુ વિગતો માટે મો.૯૦૩૩૧ ૫૧૧૧૦ ઉપર સંપર્ક કરી શકાય છે. 

(3:03 pm IST)