Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

વૃંદાવન સોસાયટીમાંથી કારમાં દારૂની ૨૪ બોટલ સાથે સાગર પરમાર પકડાયો

ક્રાઇમ બ્રાંચે મુળ પાટડી ઝેઝરીના યુવાનને પકડી લીધો

રાજકોટ તા. ૧૧: કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી મેઇન રોડ રૂડાનગર-૧ શેરી નં. ૬માંથી ૨૪ બોટલ દારૂ ભરેલી સાન્ટ્રો કાર સાથે સાગર ખાનાભાઇ પરમાર (ઉ.વ.૨૫ રહે.હાલ કાલાવાડ રોડ, વૃંદાવન સોસાયટી મેઇન રોડ રૂડાનગર-૧, શેરી નં.૬, અભીલાશાબેન મનહરલાલ ગોંડલીયાના મકાનમાં ભાડેથી, મુળ રહે. ઝેઝરી મેઘવાના ગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર)ને પકડી લીધો હતો.

ક્રાઇમ બ્રાંચે આરોપી પાસેથી દારૂ ઉપરાંત સાન્ટ્રો કાર જી. જે.-૦૧ એચ.સી. ૫૮૮૫, મોબાઇલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આઇટીઆઇમાં અભ્યાસ કરતો આ શખ્સ અગાઉ પાટડી પોલીસ સ્ટેશનમાં મારામારીમાં પકડાયો હોવાનું પોલીસે કહ્યું હતું. એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી. જે.જાડેજા તથા એ.એસ.આઇ.જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ વી. ચુડાસમા, હિતેન્દ્રસિંહ પી. ઝાલા, હેડકોન્સ.ભરતસિંહ પરમાર, કોન્સ.મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહીલ, સ્નેહભાઇ ભાદરકા તથા કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(12:53 pm IST)