Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વિકાસ રાજપોપટ પી.એચ.ડી.થયા

રાજકોટઃ ફિલ્મમેકર અને એમ. એસ. યુનિવર્સિટીનાં અધ્યાપક વિકાસ રાજપોપટએ પત્રકારિત્વમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એ. ડી.પત્રકારત્વ ભવનનાં વડા ડો. નીતાબેન ઉદાણીનાં માર્ગદર્શન હેઠળ 'આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકિંગમાં ભારતીય અંગ્રેજી ફિલ્મોનું યોગદાન'એ વિષય ઉપર પી.એચ.ડી સંપુર્ણ કરી ડોકટરેટની પદવી હાંસલ કરી જુનાગઢ જીલ્લાનાં શેરગઢ, રાજકોટ અને રાજપોપટ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

અત્રે યાદ આપવું જરૃરી છે કે ફિલ્મમેકિંગ અને સિનેમા વિષય માં રુચિ ધરાવતાં અને સિનેમા વિષય નો અભ્યાસ કરાવતા ડો. વિકાસ રાજપોપટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (ન્યુયોર્ક) ફિલ્મ ફેસ્ટિવલમાં જજ તરીકે પણ આમંત્રિત થય ચુકેલ છે. વિકાસ રાજપોપટે માંગરોળ શારદાગ્રામમાં અંગ્રેજી વિષય સાથે સ્નાાતક થયા બાદ જર્નાલીઝમની પદવી પણ એમ. એસ. યુનિવર્સિટીમાંથી મેળવેલ.તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહેલ છે.

(3:10 pm IST)