Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મનપા ૧૮૦૦ નાગરીકોના કરશે એન્ટી બોડી ટેસ્ટઃ આજથી સીરો સર્વેનો પ્રારંભે

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આજથી સીરો સર્વેલન્સની કામગીરી ચાલુ કરી છે જેેમાં શહેર પ૦ વિસ્તારમાં ર૬ ટીમો દ્વારા દરેક વિસ્તારમાંથી ૩૬ સેમ્પલ લેવામાં આવશે જેમાં પ થી ૯ વર્ષના ૪૭.૧૦ થી ૧૮ વર્ષના ૮ અને ૧૮ વર્ષથી ઉપરના ૧ર પુરૂષ તેમજ ૧ર સ્ત્રીના સેમ્પલ લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા ૪ દિવસમાં પૂર્ણ થશે. અને ૪ દિવસના અંતે કુલ ૧૮૦૦ સેમ્પલ લેવામાં આવશે આજથી બ્લડના રેન્ડમ સેમ્પલ લેવાની શરૂઆત કરી દીધી છે. આ સર્વેથી કોમ્યુનિટી ટ્રાન્સફર, હર્ડ ઇમ્યુનિટી અને વાયરસનો સ્કેલ શોધશે લોહીના સેમ્પલમાંથી સિરમ બનાવીને ચકાસણી માટે મેડિકલ કોલેજ ખાતે મોલવામાં આવશે સીરો સર્વેની દરેક ટીમમાં એક લેબોરેટરી ટેકિનશિયન સહીત ૪ આરોગ્ય કર્મીઓનો રાખવામાં આવ્યા છે. આજે ચામુંડા સોસાયટી, ભોમેશ્વર સોસાયટી, વિજયનગર, ગીતાનગર, અમરજીત સોસાયટી સહિતના વિસ્તારોમાં એન્ટી બોડી ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે વખતની તસ્વીરમાં મ.ન.પાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડ, તથા આરોગ્ય કર્મચારીઓ અને વિસ્તારવાસીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:06 pm IST)