Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

લોધીકાના મોટાવડા ગામે રસોડાના ટાંકામાં દારૂનો જથ્થો છુપાવ્યો'તો!

ટ્રાન્સપોર્ટર જયેશ બગડાની ધરપકડઃ પ્રદીપ પરમારની શોધખોળ

રાજકોટ તા. ૧૦: લોધીકાના મોટાવડા ગામે પોલીસે દરોડો પાડી રસોડાના ટાંકામાં છુપાવેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મોટાવડા ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો જયેશ સુરેશભાઇ બગડાએ પોતાના મકાનના રસોડાના ટાંકામાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળતા લોધીકાના પી.એસ.આઇ. કે. કે. જાડેજા તથા સ્ટાફે દરોડો પાડી દારૂની બોટલ નંગ પ૦ તથા ચપલા નંગ ૧૮૬ અને મોબાઇલ મળી કુલ રૂ. ૪પ૬૧૦ના મુદામાલ સાથે સુરેશને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો પ્રદીપ ઉર્ફે લાલો નાથાભાઇ પરમાર રે. સાંગણવાએ આપ્યાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં લોધીકા પોલીસ મથકના હેડ કો. મનેશભાઇ જોગરાદીયા, પો. કો. ખોડુભા જાડેજા, અશોકભાઇ ખુંટ, ઉપેન્દ્રસિંહ ગોહિલ, લગધીરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ તથા અજયસિંહ જાડેજા રોકાયા હતા. 

(3:32 pm IST)