Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રોલ બોલ અને સ્કેટીંગ ડાન્સમાં પૂજા હોબી સેન્ટરના ભુલકા ઝળકયા

રાજકોટ : બરોડા ખાતે રોલબોલ એસોસીએશન ઓફ ગુજરાત તથા ડાન્સ ઓફ સ્કેટ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા યોજવામાં આવેલ રોલબોલ અને સ્કેટ ડાન્સ કોમ્પીટીશનમાં પુજા હોબી સેન્ટરના ૨૮ બાળકોએ ભાગ લીધો છે. સોલો, ડયુએટ, ટ્રાયો, ગ્રુપ ડાન્સ એમ વિવિધ કેટેગરીમાં આ બાળકોએ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. રોલબોલ અન્ડર ૧૭ ટીમમાં ખુશ ઠકકર, નમન પંડયા, કશ્યપ તંતી, કાવ્યાંશ પટેલ, યશ શાહ, ખ્વાબ અંતાણી, અભિષેક દવે, મીત ગાંધી, અરમાન મેનુ, પ્રેમ ગાંધી, સીમરન તંતી, આસ્થા અમીપરા, ધ્યાની અંતાણી, જાસ્મીન દલવાણીએ ભાગ લીધો હતો. જયારે સ્કેટીંગ ડાન્સમાં સોલોમાં રાહી નાગવેકર, ધ્યાની કાછડીયા, ખ્વાબ અંતાણી તેમજ ડયુએટમાં સીમરન, આસ્થા, રાહી, માહી તેમજ ટ્રાયોમાં ધ્વાની, સીમરન, આસ્થા, પ્રેમ માહી, રાહી, ગ્રુપ ડાન્સમાં રાહી નાગવેકર, માહી કપુરીયા, દીતીશ્રી ઠુમ્મર, હની પ્રજાપતિ, વિધિ વોરા, સીમરન તંતી, આસ્થા અમીપરા, ધ્યાની કાછડીયા, જાસ્મીન દલવાણી, સાજમીન દલવાણી, આલ્યા જુનેચ, ખ્વાબ અંતાણી, મીત ગાંધી, પ્રેમ ગાંધી, સુફીયાન માંકડા, ધર્મરાજસિંહ રાઠોડ, મોઇન માંકડા, અરમાન મેનુ, રિદમ ઠુકુલા, નિહાલ જલુ અરહાન જુનેચે સુંદર દેખાવ કર્યો હતો. આ તમામ બાળકોને સ્કેટબોલ એસોસીએશ તથા પુજા હોબી સેન્ટરના કમીટી મેમ્બરો જવાહરભાઇ ચાવડા (કેબીનેટ મંત્રી), મૌલેશભાઇ ઉકાણી, ડો. પુજા રાઠોડ, પુષ્પાબેન રાઠોડ, દીપુદીદી, રમાબેન હેરભા, સુરેશભાઇ ત્રિવેદી તથા કમીટી મેમ્બરોએ શુભેચ્છા પાઠવી હતી. 

(3:27 pm IST)