Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વોર્ડ નં. ૪ના સરદાર એવન્યુ વિસ્તારમાં ડી.આઈ. પાઈપ લાઈનનું લોકાર્પણ

રાજકોટઃ મહાનગરપાલિકામાં આવેલ વોર્ડ નં. ૪મા આવેલ ધોળકીયા સ્કૂલની પાછળ સરદાર એવન્યુની આજુબાજુની સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું લોકાર્પણ કરતા શહેર ભાજપ ઉપપ્રમુખ સોનલબેન ચોવટિયાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ડે. કમિશનર આશિષકુમાર, સીટી એન્જીનીયર ગોસ્વામી તેમજ વોર્ડ નં. ૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કંકુબેન ઉધરેજા, કાળુભાઈ કુંગશીયા, નયનાબેન પેઢડીયા અને વોર્ડ નં. ૪ના પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, રવિભાઈ ગોહિલ, રાજેશ્રીબેન માલવિયા, નેનાબેન સોલંકી, જીલુભાઈ ગરચર, રસિકભાઈ પટેલ, ઠાકરશીભાઈ અકબરી, વિઠ્ઠલભાઈ ઢાંકેચા, અશ્વિનભાઈ અમરેલીયા, અલ્પેશભાઈ ભુવા, મનસુખભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ ધાંધલ, ઘનશ્યામભાઈ વાંક તેમજ સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા.

(3:26 pm IST)