Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ભારત-તિબ્‍બત સમન્‍વય સંઘના મહિલા વિભાગમાં દિવ્‍યાબેન ભટ્ટની વરણી

 

રાજકોટ તા. ૧૦ :.. ભારત-તીબ્‍બત સમન્‍વય સંઘએ ભારત અને તીબ્‍બતના સંબંધોને મજબુત બનાવવા માટે સંકલન અને સમન્‍વય કરતી નોનપ્રોફીટ ઓર્ગેનાઇઝેશન (સંગઠન) છે. જેનો ઉદ્‌્‌ેશ તીબ્‍બતનું સમર્થન અને તેની આઝાદી માટે અને કૈલાસ માનસરોવરની મુકિત અને ભારતની સુરક્ષા માટેનો છે.

વર્તમાનમાં ભારત-તીબ્‍બત સમન્‍વય સંઘના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ભારતની સુપ્રિમ કોર્ટના સેવા નિવૃત ન્‍યાયાધીશ જ્ઞાનસુધ્‍ધા મિશ્રા અને ઉપાધ્‍યક્ષ તરીકે સેવા નિવૃત એરવાઇસ માર્શલ ઓ. પી. તીવારીજી અને સેવા નિવૃત મેજર જનરલ નિલેન્‍દ્રકુમારજી અને મહામંત્રી તરીકે રાજસ્‍થાન હાઇકોર્ટના વરિષ્‍ઠ ધારાશાષાી સૌરભ સારસ્‍વત છે. ભાવેશ જોષી (બાપજી) પ્રદેશ અધ્‍યક્ષ ગુજરાત પ્રાંત અને ડો. મૃણાલીની ઠાકર પ્રદેશ અધ્‍યક્ષ મહિલા વિભાગ ગુજરાત પ્રાંતની સહમતિથી મહાનગર અધ્‍યક્ષ મહિલા વિભાગ રાજકોટ તરીકે શ્રીમતી દિવ્‍યાબેન નિખીલભાઇ ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે.

દિવ્‍યાબેન નિખીલભાઇ ભટ્ટએ બી.કોમ., એમ. એ., (ગોલ્‍ડ મેડાલીસ્‍ટ), બી.એઙ સુધીનો અભ્‍યાસ કર્યો છે. અને સ્‍પંદન એકેડેમીના ડાયરેકટર પદે કાર્યરત છે. તેમની નિમણુંકને ભારત-તીબ્‍બત સમન્‍વય  સંઘના હોદેદારોએ આવકારી શુભેચ્‍છા પાઠવી છે. તેમ ડો. મૃણાલીનીબેન ઠાકરની યાદીમાં જણાવાયું છે.

(10:20 am IST)