Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

૧૫ ઓકટોબરે આચારસંહિતા લાગુ પડશેઃડો. ભરત બોઘરા

બોઘરા કહે છે મેં ચૂંટણી પૂર્વેના દિવસો ગણીને અંદાજ દર્શાવેલો, આચાસંહિતાની કોઇ તારીખ જાહેર કરી નથી

રાજકોટ, તા., ૧૦: આજે હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી પ્રસંગે પ્રવચનમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ ધારાસભાની ચુંટણીની તારીખ સંબંધે ઉચ્ચારણો કર્યા હતા. ભરત બોઘરાએ ૧૫ ઓકટોબરે આચારસંહિતા લાગુ પડવાનું કહયાના અહેવાલ સોશ્યલ મીડીયામાં ફરી રહયા છે.  ચુંટણીની જાહેરાત ચુંટણી પંચ દ્વારા થતી હોય છે ત્યારે બોઘરા દ્વારા આચારસંહિતાની તારીખ બાબતનો ઉલ્લેખ થતા ચર્ચા જાગી હતી.

દરમિયાન ડો.બોઘરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, કારોબારીમાં પ્રાસંગિક પ્રવચન વખતે મેં કાર્યકરોને ચુંટણીની તૈયારી આગળ વધારવાના મુદ્દે જણાવેલ કે હવે ૧૨૦ દિવસ છે ૧પ ઓકટોબર પછી ગમે ત્યારે ચુંટણી જાહેર થઇ શકે છે.  મેં આચારસંહિતા લાગુ પડવાના સમયનો અંદાજ દર્શાવેલ. કોઇ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. ચુંટણી કયારે આવવા પાત્ર છે તે જગજાહેર બાબત છે.

(4:56 pm IST)