Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

હડાળાની કિંમતી જમીનના કૌભાંડમાં આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર

રાજકોટ, તા . ૧૦ : હડાળાની કીમતી જમીનના કૌભાંડમાં બોગસ દસ્‍તાવેજ કરી આપનાર આરોપીના હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

રાજકોટના મોરબી રોડ પર આવેલા હડાળા ગામના પ્‍લોટનો વિવાદ સામે આવેલ હતો. રાજકોટના વેપારી સચિન સુરેશભાઇ કુકડીયા કે જેઓ બાલાજી નટબોલ્‍ટ નામે પેઢી ચલાવે છે તેઓની આ કામના એક આરોપી પાસેથી ૪૨ લાખની ઉઘરાણી બાકી હોય તે બદલામાં પ્‍લોટનો દસ્‍તાવેજ કરેલ હોઇ જેથી સમગ્ર મામલો બહાર આવેલ હતો અને કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ મુજબ ત્રણ ભૂમાફિયાના નામ ખુલેલ હોય જેમાં દસ્‍તાવેજ કરી આપનાર શક્‍તિસિંહ વાળાને  ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મુક્‍ત કરેલ.

સદરહુ ફરિયાદ માફક આરોપી ઉપર અગાવ થયેલ ફરિયાદ ખોટી હોય તે ફરિયાદ ઉપર ગુજરાતની હાઇકોર્ટ દ્વારા સ્‍ટે કરી દેવાયો હોવા છતાં આરોપીની ક્રિમિનલ હિસ્‍ટ્રી દેખાડવાના બદ ઇરાદે ફરિયાદી દ્વારા ખોટી રજૂઆત કરેલ હોય, તેમજ વધુમાં બચાવ પક્ષના વકીલ તથા ફરિયાદી પક્ષના સરકારી વકીલ દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવેલ કોર્ટે તમામ બાબતોને ધ્‍યાને લઇ બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના જામીન મંજૂર કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી વતી યુવા એડવોકટ હિતેષ વિરડા, ભાવેશ બાંભવા તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ બ્રિજ શેઠ રોકાયેલા હતા.

(4:48 pm IST)