Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સ્‍ટીંગ ઓપરેશન દરમ્‍યાન લાંચ લેતા પકડાયેલ પોલીસમેનના સ્‍પે. અદાલત દ્વારા જામીન મંજુર

પાસપોર્ટ વેરિફીકેશન માટે લાંચની માંગણી થતા ગુન્‍હો નોંધાયો હતો

રાજકોટ તા. ૧૦ : રાજકોટ શહેર પોલીસ કમીશ્નર કચેરીના પાસપોર્ટ વેરીફેકશન વિભાગમાં સ્‍ટીંગ ઓપરેશન કરી રૂા.૧૦,૦૦૦ ની લાંચ સ્‍વીકારતા ગુપ્‍તા વિડીયોમાં ઝડપાયેલ કમીશ્નર કચેરીના પોલીસમેન મયુર પેંગ્‍યાતરના જામીન રાજકોટની સ્‍પેશ્‍યલ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છ.ે

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં ટુરીઝમના ધંધાર્થી એવા ફરીયાદીના ભાઇને પાસપોર્ટ કઢાવી આપવા રાજકોટ શહેર પાસપોર્ટ વિભાગમાં અરજી કરતા તેના વેરીફીકેશન માટે પોલીસ કીમશ્નર કચેરીમાં આવેલ હતી. પરંતુ આશરે એક મહિનાથી વધુ સમય બાદ પાસપોર્ટ ઓફીસમાં વેરીફીકેશન થઇ ન પહુચતા ફરીયાદી દ્વારા પોલીસ ખાતાની પાસપોર્ટ વેરીફીકેશન શાખાનો સંપર્ક કરતા હાજર પોલીસમેન મયુર પેંગ્‍યાતર દ્વારા પોતાના ઓળખીતા પાસપોર્ટ એજન્‍ટ ચંદ્રશેખર ગોવિંદરાવ કરંદિકર પાસે મોકલીને ગેરકાયદેસર રીતે લાભ મેળવવા રૂા.ર૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી જે અનુસંધાને ફરીયાદીએ આરોપી મયુરભાઇ પેંગ્‍યાતરને રૂા.૧૦,૦૦૦ આપતા હોય જેનું ફરીયાદીએ વિડીયો રેકોર્ડીંગ ફોનમાં કરી લીધેલ અને છટકા દરમ્‍યાન સરકારી ઓડીયો રેકોર્ડરમાં રેકોર્ડિંગ કરી મજબુત પુરાવા ભેગા કરી રાજકોટ પ્રદ્યુમનગર પોલીસ સમક્ષ રજુ કરાતા આરોપી મયુરભાઇ પેંગ્‍યાતરને પકડી લઇ જેલ હવાલે કરેલ હતા જેથી આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલતે આરોપી પક્ષની દલીલો સહમતી દર્શાવી નોંધ્‍યુ હતું કે, જયારે આરોપીની કસ્‍ટોડીયલ ઇન્‍ટ્રોગેશન પુર્ણ થઇ ગયેલ છે, તેમજ પ્રથમ દર્શનીય રીતે રૂા. ૧૦,૦૦૦ ની વાત ફરીયાદી કરે છે. તે રકમ આરોપીને નહી પરંતુ પાસપોર્ટ એજન્‍ટ દ્વારા પાસપોર્ટ ઓફીસમાં દેવા માટે માંગણી કરેલ હોવાનું જણાય છ.ે પરંતુ ફરીયાદીએ સામેથી આરોપીએ માંગણી કરેલ ન હોછા છતા પોતે પૈસા માત્ર આરોપીને જ આપશે એવુ જણાવી સ્‍ટીંગ ઓપરેશન કરેલ હોય પ્રથમ દર્શનીય રીતે લાંચની માંગણી સ્‍થાપીત થતી નથી ત્‍યારે આરોપીને જામીન મુકત કરવા ન્‍યાયોચીત હોવાનું ઠરાવી જામીન મુકત કરવા આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી તરફે ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, ઇશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, ઉઝેર કુરેશી રોકાયેલ હતા.

(3:59 pm IST)