Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઉદયનગરમાંથી ગૂમ થયેલા બાળકને કલાકોમાં માલવીયાનગર પોલીસે શોધ્‍યું

રાજકોટઃ મવડી પ્‍લોટ ઉદયનગર-૧૩માંથી સવારે સ્‍નેહ સંજયભાઇ સરધારા નામનો ૩ વર્ષનો બાળક ઘર પાસે રમતો રમતો ભુલો પડી જતાં અને ગૂમ થઇ જતાં પરિવારજનોએ આકુળ વ્‍યાકુળ થઇ દોડધામ આદરી હતી. પોલીસને જાણ થતાં માલવીયાનગરની ટીમે તપાસ કરી બાળકને સરદારનગર રોડ શેરી નં. ૪માંથી બાળકને શોધી પરિવારને સોંપ્‍યો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમોએ આ કામગીરી કરી હતી.

(4:56 pm IST)