Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કાલે વિનામુલ્‍યે નોલેજ શેરીંગ સેમીનાર

પ્રોફેશ્‍નલ કન્‍સલ્‍ટિંગ ગ્રુપ દ્વારા આયોજન : લોન-સબસીડી અંગે માહીતગાર કરાશે

રાજકોટ તા. ૧૦ : સરકારી સબસીડી સહીતના લાભો કઇ રીતે મળે? કોને મળે? વગેરે જાણકારી મળી રહે તેવા હેતુથી પ્રોફેશ્‍નલ કન્‍સલ્‍ટિંગ ગ્રુપ દ્વારા કાલે તા. ૧૧ ના શનિવારે એક વિનામુલ્‍યે નોલેજ સેમીનારનું આયોજન કરાયુ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગ્રુપના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આઇ.સી.એ.આઇ. ભવન, જેએમસીનગર મેઇન રોડ, રૈયા ચોકડી ખાતે કાલે શનિવારે સાંજે ૭ થી ૯ સુધી યોજાયેલ આ વિનામુલ્‍યે નોલેજ સેરીંગ સેમીનારમાં સરકારી બેંકો દ્વારા પ્રોજેકટ લોન અને સરકાર દ્વારા મળતી અલગ અલગ સબસીડી વિષે આ ક્ષેત્રના નિષ્‍ણાંત રાજેશ સવનિયા અને કરણભાઇ દાવડા માર્ગદર્શન પૂરૂ પાડશે. ઉપરાંત શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ હિરેનભાઇ ઠકકર પણ જરૂરી માર્ગદર્શન આપશે.

કાર્યક્રમનું સ્‍ટેજ સંચાલન ટેન એક્ષ ટાર્ગેના ઓનર અને જાણીતા ટ્રેનર નિરવભાઇ ગોહેલ કરશે. જયારે સોશ્‍યલ મીડિયા માર્કેટીંગ અને ડીઝાઇનીંગ માટે બ્રંડીંગ એકસપર્ટ નિશાંત ગોસ્‍વામી જહેમત ઉઠાવી રહ્યા છે. ધંધાર્થીઓ સુધી પહોંચવા અને રીલેશન બિલ્‍ડીંગનું કાર્ય જીવન વિમા નિષ્‍ણાંત વિજયભાઇ લકકડ અને યુવા બિલ્‍ડર અંકિતભાઇ સાવલીયા સંભાળશે.

વધુમાં વધુ બિલ્‍ડરો, મેન્‍યુફકચરરો, સર્વીસ પ્રોવાઇડરો, હોસ્‍પિટલ, વેર હાઉસ, હોટેલ, રીસોર્ટ, વોટર પાર્ક, આઇટી કંપની, ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક, શેડ ડેવલપર, હોલસેલરો, એફએમસીજી ડીલર સહીતના ધંધાર્થીઓએ આ સેમીનારનો લાભ લેવા પ્રોફેશ્‍નલ કન્‍સલ્‍ટીંગ ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગ્રુપના સર્વશ્રી હિરેન ઠકકર (મો.૯૮૨૫૫ ૬૪૮૩૪), રાજેશ સવનિયા (મો.૭૬૦૦૦ ૧૦૧૦૧), વિજય લકકડ (મો.૯૮૨૪૨ ૮૫૦૧૬), કરણ દાવડા, નિરવ ગોહેલ, અંકિત સાવલીયા, નિશાંત ગોસ્‍વામી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(3:22 pm IST)