Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આજે ભીમ અગીયારસઃ ૧ જુલાઇએ અષાઢી બીજઃ ૧૧ જુલાઇએ ગુરૂપૂર્ણિમા

જુલાઇમાં ૧૪મીએ જયા પાર્વતી જાગરણઃ ર૯મીએ શ્રાવણ માસ પ્રારંભ : આગામી વ્રતો-તહેવારોની માહિતી આપતા લલિતભાઇ શાસ્ત્રી

રાજકોટ : શ્રી રાજકોટ જયોતિર્વિદ મંડળના મહામંત્રીશ્રી જયોતિષ રત્‍ન એવોર્ડ તથા સુવર્ણચંદ્ર વિજેતા શાષાીજી લલિતકુમાર લાભશંકર ભટ્ટ દ્વારા આગામી વ્રતો તથા તહેવારોની શાષાોકત દ્રષ્‍ટિએ અપાયેલ માહિતી નીચે મુજબ છે.
* ભીમ અગીયારસ તા. ૧૦-૬-ર૦રર શુક્રવાર
* ભીમ અગિયારસ તા. ૧૧-૬-ર૦રર શનિવાર
* વડ સાવિત્રી વ્રત તા. ૧૩-૬-ર૦રર સોમવાર
* જયેષ્‍ઠ પૂર્ણિમા કબીર જયંતિ  તા. ૧૪-૬-ર૦રર મંગળવાર
* જેઠ વદ-૯ બુધવાર સૌરવરસા ઋતુ આદ્રામાં સૂર્યનો પ્રવેશ તા. રર-૬-ર૦રર
* યોગીની એકાદશી સાકર ખાવી
* માસીક શિવરાત્રી અમૃત સિધ્‍ધિ યોગ તા. ર૭-૬-ર૦રર સોમવાર
* દર્શન અમાસ, અમાસ વૃધ્‍ધિતિથી મંગળવાર તા. ર૮-૬-ર૦રર
* બુધવારની અમાસ તા. ર૯-૬-ર૦રર
* કચ્‍છી હાલારી નવું વર્ષ તા. ૩૦-૬-ર૦રર ગુરૂવાર
* અષાઢી બીજ રથ યાત્રા તા. ૧-૭-ર૦રર શુક્રવાર
* સૌરાષ્‍ટ્રમાં મોળાકતનો પ્રારંભ તા. ૯-૭-ર૦રર શનિવાર
* તા. ૧૧-૭-ર૦રર સોમવાર જયાપાર્વતી વ્રતનો પ્રારંભ
* ગુરૂપૂર્ણિમા વ્‍યાસ પૂર્ણિમા, મોળાકતનું જાગરણ તા. ૧૩-૭-ર૦રર બુધવાર * હવેલીમાં હિંડોળાનો પ્રારંભ તા. ૧૪-૭-ર૦રર
* જયા પાર્વતિ વ્રતનું જાગરણ શુક્રવાર તા. ૧પ-૭-ર૦રર
* તા. ૧૮-૭-ર૦રર સોમવાર લોહાણાની નાગ પાંચમ
* તા. ર૮-૭-ર૦રર ગુરૂવાર હરીયાળી અમાસ દિવાસાનું જાગરણ દીપ પૂજા તા. ર૯-૭-ર૦રર શુક્રવાર શ્રાવણ માસનો પ્રારંભ

 

(11:00 am IST)