Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

તાલુકા પોલીસના અપહરણ-બળાત્કાર-પોકસોના આરોપીને ક્રાઇમ બ્રાંચે વેશપલ્ટો કરી દબોચ્યો

સાત વર્ષથી ધીરેન્દ્ર ફરાર હતોઃ ગીર સોમનાથ જીલ્લામાંથી દબોચ્યો

રાજકોટ તા. ૧૦: જુના ગુનાઓમાં સતત ભાગતા ફરતાં હોય તેવા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશના ભાગ રૃપે ક્રાઇમ બ્રાંચે વધુ એક ગંભીર ગુનાના આરોપીને દબોચી લીધો છે. તાલુકા પોલીસના અપહરણ, બળાત્કાર, પોકસોના ગુનામાં સતત સાત વર્ષથી ફરાર ધીરેન્દ્ર ઉર્ફ ધીરા ઉર્ફ ક્રિષ્ના બાબુભાઇ બાંભણીયા (ઉ.૨૫-રહે. મુળ વડનગર, કોડીનાર)ને ગીર સોમનાથ જીલ્લાના વડનગર ગામની સરકારી શાળા પાસેથી દબોચી લેવાયો છે.

તાલુકા પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ પહેલા અપહરણ, બળાત્કાર અને પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ થયા બાદ આરોપી ધીરેન્દ્ર ઉર્ફ ધીરો સતત ફરાર રહેતો હતો. વારંવાર પોલીસ તેને પકડવા જતી હતી પણ તે હાથમાં આવતો નહોતો. દરમિયાન આ શખ્સ વડનગરમાં આવ્યો હોવાની બાતમી ડીસીબીના એએસઆઇ હરદેવસિંહ જાડેજા, હેડકોન્સ. જયદેવસિંહ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળતાં

(10:48 am IST)