News of Saturday, 10th February 2018

જિલ્લા બેંકમાં હવે પછી જયેશ રાદડિયા ચેરમેન, સ્વસ્થ થયા પછી ફરી વિઠ્ઠલભાઇ ચેરમેન થશે

તબીબી પ્રમાણપત્રના આધારે બોર્ડ દ્વારા રાજીનામાની પ્રક્રિયા

રાજકોટ તા.૧૦: જિલ્લા સહકારી બેકના ચેરમેન પદેથી વિઠ્ઠલભાઇ રાદડિયાના રાજીનામાથી પ્રક્રિયા કરાતા નવા ચેરમેન તરીકે તેમના સૂપૂત્ર નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા બને તેવા સ્પષ્ટ સંકેત છે. વિઠ્ઠલભાઇ પુનઃ સ્વસ્થ થયા બાદ ફરી તેમને ચેરમેન બનાવવાનું નક્કી થયુ છે.

વિઠ્ઠલભાઇ ૩ મહિનાથી હોસ્પિટલમાં છે હાલ તેઓ બેકનો વહીવટ ચલાવવા માટે શારિરીક રીતે સક્ષમ નથી તેથી બોર્ડ ઓફ ડીરેકટર્સ તબીબી પ્રમાણપત્રના આધારે તેમના રાજીનામાની પ્રક્રિયા કરી છે ૧૫ ફેબ્રુઆરી બાદ ચેરમેનની ચૂંટણી થશે.

આ અંગે બેકના ડીરેકટર અને રાજયના મંત્રી શ્રી જયેશ રાદડિયાને પૂછતા તેમણે જણાવેલ કે વર્તમાન ચેરમેનના રાજીનામાની પ્રક્રિયા થઇ ગઇ છે. હવે ટુંક સમયમાં ચેરમેનની ચૂંટણી જાહેર થતા બોર્ડ ઓફ ડીરેકટર્સ નવા ચેરમેન ચૂંટશે. વિઠ્ઠલભાઇ હજુ અમુક સમય બેકનો રોજીંદો વહીવટ ચલાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. તેમની તબિયત સુધારા પર છે સોમવારે આઇ.સી.યુ.માંથી બહાર આવી જાય તેવી શકયતા છે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ જાય પછી હાલ નવા ચૂંટાનાર ચેરમેન રાજીનામું આપે અને ફરી વિઠ્ઠલભાઇ જ ચેરમેન બને તેવી બોર્ડ ઓફ ડીરેકટર્સની લાગણી છે.

(12:03 pm IST)
  • જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST

  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST