News of Friday, 9th February 2018

પુષ્કર પટેલઃ હેટ્રીકની હેટ્રીક

ત્રણેય બજેટ ૯ ફેબ્રુઆરીએ : જોગાનુ જોગ આયોજીત ?: વિનોદભાઇએ સતત આઠ વખત, વિજયભાઇ રૂપાણીએ પાંચ વખત તથા પુષ્કર પટેલે ત્રણ વખત બજેટ આપેલ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ ર૦૧૮-૧૯ નું બજેટ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા મંજુર કરવામાં આવતા સતત ત્રીજી વખત બજેટ મંજુર કરનાર ત્રીજા ચેરમેન બન્યા છ.ેસાથોસાથ પ્રથમ બજેટ (૯ ફેબ્રુઆરી ર૦૧૬ બીજુ (૯ ફેબ્રુઆરી ર૦૧૭) તથા ત્રીજુ(૯ ફેબ્રુઆરી ર૦૧૮)ના બજેટ મંજુર કયું છે

અત્રે નોંધનીય છે કે કોર્પોરેશનના ઇતિહાસમાં વિનોદભાઇ શેઠે (૧૯૮૧-૧૯૮૮) સતત આઠ વખત તથા વિજયભાઇ રૂપાણીએ (૧૯૮૯-૧૯૯૩) પાંચ વખત બજેટ રજુ કર્યું છે.

આ ઉપરાંત ૧૯૯૭, થી ર૦૧પ સુધીસ્ટે.ચેરમેનની મુદત એક-એક વર્ષ કરવામાં આવી છ.ે ર૦૧પ ની અઢ્ઢી વર્ષનો સમયગાળો રખાયો છે.

(4:51 pm IST)
  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST