News of Friday, 9th February 2018

કલોરીન ગેસ દ્વારા અકસ્માત થતો અટકાવવા શું કરશો

મ્યુનિ. કોર્પોરેશન તથા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી.ના સંયુકત ઉપક્રમે સેમીનાર યોજાયો

 રાજકોટ, તા., ૯: તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. વડોદરા નાં સંયુકત ઉપક્રમે વોટર વર્કસ, કાર્યપાલક ઇજનેર વી.સી.રાજયગુરૂ ના માર્ગદર્શન હેઠળ કલોરીન ગેસની વોટર ટ્રીટમેન્ટમાં ઉપયોગીતા જેવી કે પાણીમાં રહેલ વાસ તથા નરી આંખે સ્વચ્છ દેખાતા પાણીમાં યોગ્ય પ્રમાણમાં કલોરીન ઉમેરી પાણીને જંતુમુકત કરવા માટે તથા કલોરીન ગેસના સલામત ઉપયોગ અંગેના માર્ગદર્શન આપવા માટે એક સેમીનાર યોજાઇ ગયો.

આ સેમીનારમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. વડોદરાના  અમીત .બી.પટેલ દ્વારા કલોરીનનાં ગુણધર્મો, કલોરીન સંયોજનો અને કલોરીનેશનના પ્રકારો, રેસીડ્યુઅલ કલોરીનની માત્રા નકકી કરવાની પધ્ધતીઓ તથા કે.જે.પટેલ દ્વારા કલોરીન સંચાલન તેમજ સલામતીના પગલા માટે કલોરીન અને તેના સંયોજનોનો સંગ્રહ, કલોરીન પુરો પાડતા સાધનોનો ઉપયોગ તથા સાચવણી વિ. જોખમી પરીબળોની વિસ્તૃત ચર્ચા કરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહીતી આપેલ.

આ સેમીનારમાં રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરશ્રી, ડે.એકઝી.એન્જી. મદદનીશ તથા અધીક મદદનીશ ઇજનેરશ્રીઓ, ફિલ્ટર પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશનો પરના ઓપરેટરશ્રીઓ, હેલ્પરશ્રીઓ, સંકળાયેલ O & M એજન્સીઓના કર્મચારીઓ તેમજ વિ. હાજર રહી માર્ગદર્શન લીધેલ.

ભવિષ્યમાં કલોરીન ગેસ દ્વારા અકસ્માત ન થાય તેની સાવચેતીના ભાગરૂપે પ્રેકટીકલ ડેમોસ્ટ્રેશન પી.ટી.રાંદેરીયા દ્વારા ન્યારી પ્લાન્ટ પર બતાવવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરીત થતુ પાણી ગુણવતાની દ્ર્ષ્ટીએ શ્રેષ્ટ છે. આ શ્રેષ્ટતામાં પણ વિશેષ સારૂ પરીણામ આપી શકાય તે માટે આ સેમીનારનુ આયોજન કરવામાં આવેલ આ સેમીનાર સફળ બનાવવા માટે કે.એ.મેસ્વાણી, એચ.સી.નાગપરા, મયુરભાઇ રાઠોડ, કલ્પેશભાઇ વ્યાસ તથા  અજયસિંહ જાડેજા એ જહેમત ઉઠાવેલ.

(4:23 pm IST)
  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST