Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વડીલો માટે હરિદ્વારમાં આધ્યાત્મિક આશરો

'સાંકળેશ્વર સેવા ટ્રસ્ટ' રાજકોટ દ્વારા ગંગા કિનારે આશ્રમ નિર્માણનું આયોજન : દાતાઓના સહયોગથી પ્રેરક સેવા કાર્ય : પરેશાન વડીલો માટે નિઃસ્વાર્થ ભાવથી પૂર્ણ સન્માનભેર સંપૂર્ણ સુવિધા આપશે : રાજેન્દ્રભાઇ જોશી

રાજકોટ,તા. ૯ : 'સાંકળેશ્વર સેવા ટ્રસ્ટ' દ્વારા હરિદ્વાર (ગંગા કિનારે) પરેશાન વડીલો અને યાત્રાળુઓ માટે નિઃસ્વાર્થભાવથી પૂર્ણ સન્માનભેર સંપૂર્ણ સુવિધા સહિતના આશ્રમ નિર્માણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટ રાજેન્દ્રભાઇ જોષીએ જણાવ્યું છે.

હરિદ્વારમાં નિર્માણ પામનાર આશ્રમની માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રભાઇ જોષીએ જણાવ્યું હતુ કે માનવ સેવા કલ્યાણ માટે હરિદ્વાર મુકામે સર્વે દાતાશ્રીઓના સહકારથી આશ્રમ બનાવવા જઇ રહ્યા છીએ. વડીલશ્રીઓને કે જેમને પાછલી અવસ્થામાં સાંત્વના મળે અને જીવન સાર્થક થાય તેવા ઉમદા હેતુથી તેમની સેવાનો લાભ અને આશીર્વાદ મળે તેવા આશયથી આ ભગીરથ કાર્યનો વિચાર આવેલ છે. આજના આ ઝડપી યુગમાં વડીલોને તેમના પુત્ર અને પુત્રવધુ દ્વારા સારી સારસંભાળ લેવાતી હોવા છતા વૃધ્ધાશ્રમમાં પણ જઇ શકતા નથી અથવા કુટુંબ પરિવાર નથી તેઓનું સન્માન જળવાઇ રહે, જીંદગીના છેલ્લા દિવસો આનંદમય અને પ્રભુ ભકિતમાં પસાર થાય અને જીંદગી સાર્થક બને તેવા હેતુથી આ કાર્યની પ્રેરણા મળેલ છે.

આ અંગે રાજેન્દ્રભાઇ વધુમાં ઉમેર્યું હતુ કે આશ્રમમાં યાત્રાળુઓ માટે રહેવા માટેની વ્યવસ્થા, ગૌશાળા જેથી સૌને માટે ચોખ્ખુ દુધ અને છાશ મળી રહે તથા નિવૃત થયેલ ડોકટરશ્રીની સેવા લેશું ત્યાં દવાખાનું રાખશું. પાંચ ટ્રસ્ટીઓને સાંકળેશ્વર ટ્રસ્ટની સ્થાપના સેવા કાર્યના ઉમદા હેતુ માટે કરેલ છે. આ આશ્રમ નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ. દસ કરોડ હોય દાતાઓને યથાશકિતને યોગદાન આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલફ : બેકબોન શોપીંગ સેન્ટર, ૧ લા માળે, ઓફીસ નં. ૧૦૪, માયાણી ચોક, રાજકોટ ખાતે સવારના ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૭:૩૦ તેમજ રાજેન્દ્રભાઇ જોષી (મો. નં. ૯૪૨૭૪ ૯૭૫૯૧), હિરેનભાઇ જોષી (મો. ૯૪૨૯૦ ૪૪૩૧૧) નો સંપર્ક કરવા ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.

(5:04 pm IST)