Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટ શહેર ભાજપ લીગલ સેલની રચના જાહેર

સંયોજક તરીકે અંશ ભારદ્વાજ સહ સંયોજક સી.એચ. પટેલ કારોબારીમાં ધર્મેશ સખીયા, પ્રશાંત લાઠીગ્રા, અશ્વિન ગોંસાઇ, હરેશ પરસોંડા સહિત સાત વકીલોનો સમાવેશ કરાયો

રાજકોટ તા. ૯ : પ્રદેશ ભાજપની સુચના અનુસાર ભાજપ દ્વારા તમામ મહાનગર-જિલ્લામાં વિવિધ સેલની રચના કરવામાં આવેલ છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ વિનોદભાઇ ચાવડા, રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર તેમનજ પ્રદેશ લીગલ સેલના સંયોજક દિલીપભાઇ પટેલ સાથે સંકલન અને વિચાર-વિમર્શ કરી શહેર ભાજપ લીગલ સેલની રચના કરવામાં આવેલ છે.

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે શહેર ભાજપના વિવિધ સેલની રચના દ્વારા સંગઠ્ઠનના વ્યાપને વધુ વિસ્તારમાં આવશે ત્યારે સમયાંતરે યોજાતી વિવિધ ચુંટણીઓમાં લીગલ સેલની ભુમીકા મહત્વની હોય છે જેમાં ચુંટણીમાં વિવિધ મંજુરીઓ મેળવવી, કાર્યાલય ઉદઘાટન, ઉમેદવારોના ફોર્મ, સોગંદનામા તૈયાર કરવા અને ઉમેદવારોના મેન્ડેટ વગેરે કાર્યોમાં લીગલ સેલની ટીમ ખડેપગે હોય છે ત્યારે શહેર ભાજપની લીગલ સેલની ટીમના નવનિયુકત સદસ્યોને ખુબ-ખુબ અભિનંદન છે.

ત્યારે શહેર ભાજપ લીગલ સેલની આ નવનિયુકત ટીમને ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

શહેર ભાજપ લીગલ સેલમાં જેઓની નિમણુંક કરવામાં આવેલ છે તેમાં સંયોજક તરીકે  અંશ ભારદ્વાજ તેમજ સહ સંયોજક સી.એચ.પટેલ તથા કારોબારી સભ્યો તરીકે ધર્મેશ સખીયા, પ્રશાંત લાઠીગ્રા, અશ્વિન ગોસાઇ, અજય પીપળીયા, એન.આર.જાડેજા, હરેશ પરસોંડા અને નીલેશ અગ્રાવતનો સમાવેશ થાય છે.

(1:26 pm IST)