News of Thursday, 8th March 2018

કાલે ડેરીના ચેરમેનની ચૂંટણીઃ ગોવિંદભાઇ રીપીટની શકયતા પણ આંતરિક ખેંચતાણ

મતદાર સભ્યોને 'સલામત' સ્થળે ખસેડવાનું શરૂ

રાજકોટ તા. ૮: જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેનની આવતીકાલે શુક્રવારે સાંજે ૪ વાગ્યે ચૂંટણી છે વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા ફરી ચેરમેન થવા ઉત્સુક છે તેમને બિનહરીફ થવાનો વિશ્વાસ છે પરંતુ અંદરખાને અમુક સભ્યોએ માથું ઉંચકતા સહકારી ક્ષેત્રે રાજકીય ગરમાવો આવી ગયો છે.

ડેરીમાં ચૂંટાયેલા ૧૪ સભ્યો ઉપરાંત બેંક, વ્યકિતગત વિભાગ, ફેડરેશન અને જિલ્લા રજીસ્ટ્રાર મળી ૧૮ સભ્યો છે અમૂક સભ્યો ગોવિંદભાઇને ફરી ઇચ્છતા ન હોવાથી અલગ ચોકો જમાવવા પ્રયાસ થઇ રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. ૮ થી ૧૦ જેટલા સભ્યો સલામત સ્થળે પહોંચી ગયા છે. આવતીકાલે સીધા મતદાન સમયે લાવવામાં આવશે. વિઠ્ઠલભાઇ રાદડિયા હોસ્પિટલમાં હોવાથી તેમની ગેરહાજરી આ ચૂંટણીમાં દેખાઇ રહી છે.

(4:43 pm IST)
  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST