Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

શાસ્ત્રીમેદાન પાસેથી મહંમદ ફેઝલ અને હસન બેચોરાઉ બાઇક સાથે પકડાયા

એ ડીવીઝન પોલીસે બંનેને દબોચ્યાઃ બે બાઇક કબ્જે

રાજકોટ, તા., ૮: શહેરના શાસ્ત્રીમેદાન પાસેથી બાતમીના આધારે બે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને એ  ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શાસ્ત્રીમેદાન પાસે બે શખ્સો ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાની એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનીયા તથા કોન્સ હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા શાસ્ત્રીમેદાન પાસેથી  મહંમદ ફેઝલ સુલેમાનભાઇ મહીડા (ઉ.વ.ર૧) અને હસન ઇસ્માઇલભાઇ જીવણ (ઉ.વ.૧૯) (રહે. બંને કેસરી પુલ પાસે મુસ્લી(લાઇન)ને જી.જે.૩ જેએફ ૬૩૪૯ અને જીજે ૩ ઇપી ૬૦૬૩ નંબરના બે ચોરાઉ સાથે પકડી લીધા હતા. પુછપરછમાં બંનેએ આ બાઇક પેડક રોડ અને મનહર પ્લોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.ભટ્ટ, એએસઆઇ બી.વી.ગોહીલ એચ.આર. ચાનીયા, હેડ કોન્સ.વી.ડી.ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, મૌલીકભાઇ સાવલીયા, મેરૂભા ઝાલા, રામભાઇ આહીર, હરપાલસિંહ, સાગરદાન ગઢવી તથા જયરાજભાઇ કોટીલા દ્વારા કરવામાં આવી હતી.

(3:17 pm IST)