Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રાજકોટ જિલ્લામાં ૨૦૨૧ - ૨૨માં ૧૫ાા કરોડના તાલુકા તથા નગરપાલિકાઓમાં કામો થશે : પાણી - ગટર - રસ્તા મુખ્ય કામો

સાંસદોની ૫ કરોડની ગ્રાન્ટ આ વખતે નહિ અપાય : ગયા વર્ષે ૧ રૂપિયો પણ લોસ ન ગયો : બપોરે ૪ વાગ્યે કલેકટર કચેરીમાં મીટીંગમાં બહાલી અપાશે : દરેક ધારાસભ્યોની ૧ાા - ૧ાા કરોડની ગ્રાન્ટ આવી

રાજકોટ તા. ૮ : રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે બપોરે ૪ વાગ્યાથી જિલ્લા આયોજન મંડળની ધારાસભ્યો - સાંસદોની હાજરીમાં મહત્વની મીટીંગ મળશે. જેમાં ૨૦૨૧-૨૨ના જિલ્લામાં કુલ ૧૫.૫૦ કરોડના વિકાસકામો અંગે ફાઇનલ કરાશે. આ માટે તાલુકા પંચાયત - નગરપાલિકાના અધિકારીઓને મીટીંગમાં કામોની ફાઇલો સાથે બોલાવાયા છે. નગરપાલિકા ક્ષેત્રમાં ૧ કરોડ તો તાલુકા ક્ષેત્રમાં સવા કરોડની ફાઇલો - વિકાસકામો આજે મીટીંગમાં મંજૂર કરાશે. દરમિયાન જિલ્લા આયોજન અધિકારી શ્રી ટોપરાણીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા - પંચાયત વિસ્તારમાં કુલ ૧૫ાા કરોડના ખર્ચે રોડ - રસ્તા - પાણી - ગટર લાઇન તથા અન્ય વિકાસકામો થશે. ચાલુ વર્ષે સરકારે ૧૫ાા કરોડ મંજુર કર્યા છે, આ વર્ષે દરેક ધારાસભ્યોની ૧ાા કરોડની ગ્રાન્ટ આવી ગઇ છે, પરંતુ સાંસદોની ૫ કરોડની ગ્રાન્ટ કોરોનામાં વપરાઇ હોય તે નહિ આવે, ગયા વર્ષે વપરાયેલ એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહિ હોવાનું શ્રી ટોપરાણીએ ઉમેર્યું હતું.

(3:14 pm IST)