Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

જયભીમનગરમાં સામાજિક કાર્યકરે જુગારધામ ચાલુ કર્યુ'તું : ૧૦ ઝડપાયા

તાલુકા પોલીસનો દરોડો : મકાન માલિક બાબુ વધેરા, જુવાનસિંહ, મનોજ, ચંદુ, અનીલ, દુદા, પરેશ, કીરીટ, દિપક અને યોગેશની ધરપકડ : જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૮ : કાલાવડ રોડ નાનામવા રોડ પર આવેલા જય ભીમનગરમાં સામાજીક કાર્યકર સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સામાજીક કાર્યકર સહિત દસ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ નાનામવા રોડ પર જય ભીમનગરમાં રહેતા સામાજીક કાર્યકરના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.ડામોર, હેડ કોન્સ. મોહશીનખાન મલેક, અમીનભાઇ ભલુર તથા હરસુખભાઇ સબાડને બાતમી મળતા જયભીમનગર શેરી નં. ૮માં રહેતા સામાજીક કાર્યકર બાબુ લખમણભાઇ વઘેરાના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક બાબુ વઘેરા તથા નાનામવા મેઇન રોડ લક્ષ્મીનગર-૪ના જુવાનસિંહ ભરતસિંહ જાડેજા, વીરાણી ચોક શેરી નં. ૧ના મનોજ ડાયાભાઇ સુચક, કાલાવડ રોડ આંબેડકરનગર શેરી નં. ૧ના ચંદુ કરશનભાઇ મહિડા, આંબેડકરનગર શેરી નં. ૨ના અનીલ હરેશભાઇ પરમાર, ભીમનગર શેરી નં. ૮ના દુદા કુંભાભાઇ સોંદરવા, મોટી ટાંકી ચોક વીરમાયા પ્લોટ શેરી નં. ૨ના પરેશ રમેશભાઇ ઝાલા, લક્ષ્મીનગર શેરી નં. ૩ના કિરીટ દેવજીભાઇ ભટ્ટી, આંબેડકરનગર શેરી નં. ૬ના દિપક ધનજીભાઇ દાયડા અને મવડી પ્લોટ ઓમનગર શેરી નં. ૮ના યોગેશ રતનશીભાઇ અઘેરાને પકડી લઇ રૂ. ૨૧,૧૫૦ની રોકડ, ૧૦ મોબાઇલ ફોન તથા એકટીવા મળી કુલ રૂ. ૧,૦૨,૧૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ સામે સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પણ પહેર્યા ન હોઇ તેથી જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

આ કામગીરી પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી.ડામોર, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, હસમુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા, મનીષભાઇ સોઢીયા તથા રૂપેશભાઇ ઠુંમર દ્વારા કરવામાં આવી હતી.

આશાપુરાનગરમાં જુગાર રમતા ૭ ઝબ્બે

કોઠારિયા મેઇન રોડ પર આશાપુરાનગરમાં મહિલાના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, કોન્સ. વાલજીભાઇ જાડા તથા દિવ્યરાજસિંહ ઝાલાને બાતમી મળતા આશાપુરાનગર શેરી નં. ૩માં રહેતા કાંતાબેન દિનેશભાઇ સભાયાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક કાંતાબેન સભાયા તથા ૮૦ ફૂટ રોડ સુર્યોદય સોસાયટી શેરી નં. ૫ના રેખાબેન પ્રવિણગીરી ગોસ્વામી, સુખરામ સોસાયટી શેરી નં. ૪ના અનિરૂધ્ધસિંહ જીલુભા ઝાલા, આશાપુરાનગર શેરી નં. ૨ના જેન્તી ગોરધનભાઇ મારડીયા, તીરૂપતિ સોસાયટી શેરી નં. ૧૨ના સુરેશ ગોરધનભાઇ સાવલીયા, રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૬ના લવજી અરજણભાઇ ચાચડીયા તથા શિવધામ સોસાયટી-૨ શેરી નં. ૧ના નાનજી દેવશીભાઇ ભુતને પકડી લઇ રૂ. ૭૫૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા, એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, સલીમભાઇ મકરાણી, મનરૂપગીરી ગૌસ્વામી, કોન્સ. વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મનીષભાઇ શીરોડીયા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ, રાજેશભાઇ, હીતેન્દ્રસિંહ, મૈસુરભાઇ તથા કોન્સ. હિરલબેન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:00 pm IST)