Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રાજકોટ મિત્રના લગ્નમાં આવતી વખતે કારમાં બીયરના ૮ ટીન સાથે અમદાવાદના ૪ ઝડપાયા

બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ચારેયને દબોચ્યા

રાજકોટ તા. ૮: રાજકોટ મિત્રના લગ્નમાં આવતી વખતે કારમાં બીયરના આઠ ટીન સાથે અમદાવાદના ચાર શખ્સોને બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂ-જુગારની ચાલતી પ્રવૃતીને નાબુદ કરવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપના બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી. બી. કોડીયાતર, એ.એસ.આઇ. વિરમભાઇ, સલીમભાઇ, હેડ કોન્સ. અજયભાઇ, સંજયભાઇ, મીતેશભાઇ, વિશ્વજીતસિંહ, નીરવભાઇ તથા ભાવેશભાઇ સહિત ગ્રીનલેન્ડ ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી આવતી એક કાળા કલરની જીજે ર૭ સી એમ-પ૧૦૬ નંબરની કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૧૬૦૦ ની કિંમતના ૮ બીયરના ટીન મળી આવતા કારમાં બેઠેલા ભરતસિંહ નરેન્દ્રસિંહ રાજપૂત (ઉ.વ. ર૩) (રહે. અમરાવાડી-૧૦ શ્રીનગર ઇન્દ્રનગર ટોરેન્ટ પાવર રોડ અમદાવાદ, લલીત બાબુભાઇ પરમાર (ઉ.વ. ર૭) (રહે. ૩/ર૭ ભારતીનગર અમરાઇવાડી અમદાવાદ, દેવેન્દ્ર મહેશસિંહ ચૌહાણ (ઉ.ર૪) મહાવિરનગર અમરાઇવાડી અમદાવાદ અને નિકકીસિંહ પવનસિંહ રાજપુત (ઉ.વ. ર૩) (રહે. મહાવિરનગર અમરાઇવાડી અમદાવાદ) ને પકડી લઇ બીયરના ટીન તથા કાર મળી રૂ. ૬,૦૧,૬૦૦ની મતા કબજે કરી હતી ચારેય શખ્સો રાજકોટ મિત્રના લગ્નમાં આવતા હતા.

(3:00 pm IST)