Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

યુવતિનું લગ્ન કરવાની લાલચે અપહરણ કરી બળાત્‍કાર - પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.૮: મધ્‍યપ્રદેશનો રહેવાશી દેવેન્‍દકુમાર હુકમસિંહ અહેરવાલ મજુરી કામ માટે રાજકોટમાં રહેણાંક કરતા જેના પાડોશમાં રહેતી યુવતી સાથે લગ્ન કરવા તેના વતનમાં જતા રહેલ જેની ફરીયાદ સગીર ભોગ બનનારના વાલી  દ્વારા થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ કરતા અપહરણનો ગુન્‍હો દાખલ થયેલ અને છ માસ બાદ આરોપી દેવેન્‍દ્ર હુકમસિંહ અને ભોગ બનનાર મધ્‍યપ્રદેશથી પકડાતા તા.૧૬/૬/૨૦૧૯ થી આરોપી જેલ હવાલે રહેલ જેની ટ્રાયલ પુર્ણ થતા બચાવ પક્ષે લીગલ એડવોકેટ જયેન્‍દ્ર ગોંડલીયા દ્વારા ફરીયાદી તથા સાહેદોની ઉલટ તપાસ અને ધારદાર રજુઆતોને ધ્‍યાને લઈ સ્‍પે, પોકસો કોર્ટના જજ શ્રી કે.ડી. દવેએ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની વિગતે મધ્‍યપ્રદેશના ઈન્‍દોરના ખાચાગલી નં.૩ ના મુળ વતની દેવેન્‍દ્રકુમાર હુકમસિંહ અહેરવાલ અગાઉ બંગડીના કારખાનામાં નોકરી કરતી યુવતી સાથે ભોગ બનનારને પ્રેમ સંબંધ અન્‍વયે અને ભોગ બનનારના પિતા દ્વારા તેમની મરજી વિરૂધ્‍ધ અન્‍ય જગ્‍યાએ લગ્ન કરવાની પેરવી દરમ્‍યાન ભોગબનનાર ઘર છોડી જતી રહેલ જેની ભોગબનનારના પિતાશ્રીએ ફરીયાદ નોંધાવેલ જે ફરીયાદના કામે ફરીયાદી તથા આરોપી અગાઉ આજુબાજુમાં રહેણાંક કરતા હોવાથી શંકાના આધારે આરોપીના નામ જોગ ફરીયાદ થયેલ જે ફરીયાદ થોરાળા પોલીસ સ્‍ટેશન સમક્ષ અપહરણ અન્‍વયેનો ગુન્‍હો દાખલ થયેલ જેની તપાસ દરમ્‍યાન આરોપીને દેવેન્‍દ્ર હુકમસિંહની અટક થતા ભારતીય દડ સંહીતાની કમલ-૩૭૬(એન) તથા પોકસો એકટની કલમ-૪ અને જ્‍ મુજબનો ઉમેરો થયેલ હતો.

સદરહુ કામે આરોપી દેવેન્‍દ્રકુમાર હુકમસીંહ અહેરવાલ વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્‍દ્ર એચ. ગોંડલીયા, તથા હિરેન ડી. લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, ડુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્‍નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, પારશ શેઠ, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા તથા મયુર ગોંડલીયા રોકાયેલ હતા.

(3:35 pm IST)