Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજકોટથી ખીરસરા ITI જવા આવવા માટે સિટી બસ સેવા શરૂઃ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાના પ્રયત્‍નો સફળ

રાજકોટઃ લોધીકા તાલુકો એક ઔદ્યોગિક હબ છે જેમાં ખીરસરા ગામે લોધીકા તાલુકાનું ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્ર ખીરસરા ત્‍વ્‍ત્‍ આવેલ છે જેમાં લોધીકા તાલુકા વિસ્‍તાર તેમજ બીજા અને તાલુકા સહિત શહેરી વિસ્‍તારમાં વસ્‍તા વિદ્યાર્થીઓ તાલીમ માટે આ ખીરસરા ત્‍વ્‍ત્‍ માં આવે છે જેને તાલીમ કેન્‍દ્ર સુધી પહોંચવા માટે સિટી બસ સેવાની જરૂરીયાત રહેતી હોય વિદ્યાર્થીઓ તેમજ ત્‍વ્‍ત્‍ મેનેજમેન્‍ટ સ્‍ટાફ તરફથી ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાને રજુઆત કરવામાં આવેલ કે મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર ૩ સુધી જે મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસ સેવા છે તે ખીરસરા  ત્‍વ્‍ત્‍ સુધી લંબાવવામાં આવે તો આ સુવિધાનો લાભ વિદ્યાર્થીઓને મળી રહે તેમજ ખીરસરા મેટોડા વાજડી વડ તેમજ કાલાવડ રોડના તમામ ગામોના લોકોને ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી શહેરમાં જવાનું સરળ બને જેની રજુઆત ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરને કરતા આજરોજ રાજકોટથી ખીરસરા  ત્‍વ્‍ત્‍ તેમજ ખીરસરાથી રાજકોટ જવા માટે આઠ રૂટ સિટી બસ સેવાના શરૂ કરવામાં આવેલ છે જે ખીરસરા ત્‍વ્‍ત્‍ તેમજ ખીરસરા ચોકડીથી રાજકોટ જવા માટે સવારે (૮-૧પ) (૯-૪૦) (૧૦-પ૦) બપોરના (૧ર-૧પ) (ર-૧૦) (૪-રપ) સાંજે (૬) (૭-પ૦) વાગ્‍યે સિટી બસ સેવા મળશે.

(3:30 pm IST)