Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

શિક્ષક સંઘ દ્વારા ડીઈઓ કચેરીએ મૌન ધરણા

રાજકોટઃ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોની માંગ સાથે ચાલતા આંદોલનમાં શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કાળીપટ્ટી ધારણ કરી મૌન ધરણા કર્યા હતા. રાજકોટ જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો આજે ડીઈઓ કચેરી ખાતે બપોરે ૧ થી ૪ દરમિયાન પડતર પ્રશ્નો અંગે મૌન ધરણા કર્યા હતા. શિક્ષકોના પડતર પ્રશ્નો ૫ વર્ષની ફીકસ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી, એરીયર્સની રકમ તુરંત ચુકવવી, બીનશરતી ફાજલના કાયમી રક્ષણની વિસંગતતા દૂર કરવી, જૂની પેન્શન યોજનાનો અમલ કરવા સહિતના પ્રશ્નો અંગે આંદોલન ચાલી રહ્યુ છે.

(3:53 pm IST)