Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સમસ્‍ત બ્રાહ્મણ સમાજનો જીવનસાથી પરિચય સંમેલન

‘શ્રી ૐ માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ' દ્વારા આગામી જૂન મહિનામાં ભવ્‍યાતિભવ્‍ય આયોજન : યુવક - યુવતીને સ્‍ટેજ પર સંકોચ ન રહે તે માટે ઈન કેમેરા હાઈટેક કાર્યક્રમ : સમારોહ બાદ ઉમેદવાર યુવતીને એન્‍ટ્રી ફી પરત અપાશે : ફોર્મ ભરી દેવા : અકિલાના સૂત્રધાર અને તંત્રી અજીતભાઈ ગણાત્રાને વિગતો આપતા બ્રાહ્મણ સમાજના આગેવાનો

રાજકોટ : સેવાના ધ્‍યેયને વરેલા શ્રી ઓમ માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા બ્રાહ્મણ વાલીઓની માંગ અને લગ્નોત્‍સુક યુવક યુવતીઓને યોગ્‍ય જીવનસાથીની પસંદગીની તક પ્રાપ્‍ત થઈ શકે તેવા ઉદાર હેતુથી સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતી જીવન સાથી પસંદગી સંમેલનનું ભવ્‍ય આયોજન કરાયુ છે નહિં નફો નહિં નુકશાન કે આર્થિક ઉપાર્જન માટે નહિં, પરંતુ પુત્ર કે પુત્રી માટે યોગ્‍ય પાત્ર શોધવાની પ્રેરાઈ આ ૧૧ સંમેલનનું આયોજન હાથ ધરાયુ છે. આ અંગેની તમામ વિગતો ‘અકિલા'ના સૂત્રધાર અને તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રાને બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.

ટ્રસ્‍ટના અષ્‍ઠિાતા પૂ. આચાર્ય શ્રી ઘનશ્‍યામજી મહારાજશ્રીની પ્રેરણાથી ટ્રસ્‍ટી મંડળના સર્વે શ્રી પ્રવિણભાઈ જોષી તેમજ જગદીશભાઈ ત્રિવેદી, મધુકરભાઈ ખીરા, જનાર્દનભાઈ આચાર્ય, કૌશિકભાઈ પાઠક, બાલેન્‍દુ શેખર જાની, અરૂણભાઈ જોષી, પંકજભાઈ રાવલ, મહેન્‍દ્રભાઈ ઉપાધ્‍યાય, કિરીટભાઈ ત્રિવેદી, લલીતભાઈ જાની તેમજ સર્વે કાર્યકરોની ટીમ દ્વારા હાઈટેક સંમેલનની સફળતા માટે તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

રાજકોટ ખાતે જંકશન રેલ્‍વે સ્‍ટેશન સામે આવેલ ભાટીયા બોર્ડીંગ ખાતે આગામી ૧૨ જૂને રવિવારે યોજાનાર પરિચય સંમેલનમાં દર વખતની જેમ યુવક યુવતી ઈન કેમેરા પોતાનો પરિચય આપી સ્‍ટેજ કાર્યક્રમના સંકોચથી બચી શકશે. વિશાળ સેન્‍ટ્રલી એસી હોલમાં બિરાજેલા વાલીઓ બિગ સ્‍ક્રીન ઉપર આ પ્રસારણ નિહાળી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ યોજાતા આ હાઈટેક પરિચય મેળાને ભવ્‍ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

ૐ માનવ કલ્‍યાણ ચે. ટ્રસ્‍ટની ઓફીસ ૬૩૨ સીટી સેન્‍ટર રૈયા રોડ અંડર બ્રીજ પાસે (મો.૯૬૬૪૭ ૬૭૧૬૦) ખાતે ફોર્મ તેમજ વિશેષ માહિતી મળી રહેશે.

આ કાર્યક્રમ અંગે પ્રમુખ / ટ્રસ્‍ટી પ્રવિણભાઈ જી. જોષી કન્‍વીનર / જનાર્દનભાઈ આચાર્ય, ઉપપ્રમુખ જે.પી. ત્રિવેદી, મહામંત્રી બાલેન્‍દુશેખર જાની, ઉપપ્રમુખ કૌશિકભાઈ પાઠક, લલીતભાઈ જાની, મધુકરભાઈ ખીરા, કિરીટભાઈ ત્રિવેદી, મહેન્‍દ્રભાઈ ઉપાધ્‍યાય, પંકજભાઈ રાવલ તેમજ કમલેશભાઈ એચ. જોષી, નિલેશભાઈ ત્રિવેદી, સમીરભાઈ ખીરા, પરાગભાઈ ભટ્ટ, વિક્રમભાઈ પંચોલી, હર્ષદભાઈ કે. વ્‍યાસ તેમજ અરૂણભાઈ જોષી અને અન્‍ય ૧૦૦ જેટલા કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

પરિચય સંમેલનની વિશેષતાઓ સેન્‍ટ્રલી એસી હોલ, ૧૦૦૦ લોકો માટે સીટીંગ વ્‍યવસ્‍થા, ૨૦૦ થી વધુ કાર, ૩૦૦૦ ટુ વ્‍હીલરનું વિશાળ પાર્કીંગ, ઉમેદવાર યુવક યુવતીઓની અલગ બેઠક વ્‍યવસ્‍થા, અદ્યતન સ્‍ટુડીયો રૂમ, સંમેલનમાં ભાગ લેનાર યુવતીઓને તેમની ભરેલ એન્‍ટ્રી ફી રૂા.૫૦૦ કાર્યક્રમના અંતે પરત કરાશે, એક સાથે ૭૦૦ લોકો ભોજન લઈ શકે તેવી વિશાળ કવર્ડ ડાઈનીંગ સ્‍પેશ, પ્રવેશની સાથે જ યુવક યુવતીઓની સચિત્ર માહિતી આપતી દળદાર પુસ્‍તિકા કીટનું વિતરણ, બ્રહ્મ અગ્રણીઓ, આમંત્રીતોનું માર્ગદર્શન, બસ સ્‍ટેશનથી પણ નજીક, સમય પાલન, સ્‍વચ્‍છતા, વિનમ્રતા જરૂરી, સંમેલન સ્‍થળની મર્યાદા જળવાય તે જરૂરી, કાર્યકરોને સહકાર આપવો એ સૌની ફરજ છે.

આ અંગે વિશેષ માહિતી માટે મુખ્‍ય કાર્યાલય ૬૩૨ સીટી સેન્‍ટર, જૂનુ આમ્રપાલી સિનેમા, રૈયા રોડ, રાજકોટ - ૭, મો.૯૬૬૪૭ ૬૭૧૬૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના સૂત્રધાર અને તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે બ્રહ્મસમાજના આગેવાનો સર્વશ્રી પ્રમુખ પ્રવિણભાઈ જોષી, રાહુલભાઈ જોષી, જે.પી. ત્રિવેદી, મધુકરભાઈ ખીરા, જનાર્દનભાઈ આચાર્ય (મો.૯૮૨૪૨ ૧૪૦૨૧), વિક્રમભાઈ પંચોલી તેમજ નિલમબેન ભટ્ટ અને જાગૃતિબેન ઉપાધ્‍યાય નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:41 pm IST)