Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જાણીતા શિક્ષણશાષાી અને સ્‍વામિનારાયણ ગુરૂકુળના નિવૃત્ત આચાર્ય વી.ડી.વઘાસીયાનો જન્‍મદિવસ

રાજકોટ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ,રાજકોટના પૂર્વ આચાર્ય વી.ડી.વઘાસિયાનો ચોથી ઓકટોબરના જન્‍મ દિવસ છે. ૬૮ વર્ષ પૂરા કરી ૬૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે શૂન્‍ય નિવેશ પ્રયોગો દ્વારા વઘાસિયાએ ઉલ્લેખનીય કામગીરી કરી અનેક એવોર્ડ મેળવ્‍યા છે.જેવા કે,સુભદ્રા બેન શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક,નવભારત રતન એવોર્ડ ફોર એજયુકેશન એક્‍સસેલન્‍સ, ભારત શિક્ષા રતન, વિવેકાનંદ યુથ ક્‍લબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને શ્રેષ્ઠ શિક્ષક રાજય પારિતોષિક,જે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે પ્રાપ્ત થયો છે.

વિદ્યા વિહાર હાઈસ્‍કૂલ,આટકોટના કાર્યકાળમાં શાળાનું પરિણામ ૫ ટકાથી વધારીને પાંચ વર્ષમાં ૮૫ ટકા સુધી ઉંચું લઈ જવાનો રેકોર્ડ વઘાસિયાના નામે છે. ગુણવત્તા સુધારણાની સાથે સાથે, વિદ્યાર્થીઓમાં શિસ્‍ત અને સંસ્‍કારનું ઘડતર કરી આ શાળાને જસદણ તાલુકાની મોડેલ સ્‍કૂલ બનાવવામાં વઘાસિયાએ ભારે જહેમત ઊઠાવી હતી. સ્‍વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય, રાજકોટના ફરજ કાળમાં ગુરુકુળને શ્રેષ્ઠ શાળાના અનેક એવોર્ડ અપાવી ચૂક્‍યા છે. શાળાનું પરિણામ ૧૦૦ ટકા સુધી લાવવાનો રેકોર્ડ પ્રસ્‍થાપિત કરી ચૂક્‍યા છે. ગુરૂકુળનો વિદ્યાર્થી બોર્ડ રેન્‍કર બનવાની યશ કલગી પણ વઘાસિયાના કાર્યકાળમાં ઉમેરાઈ છે. ગુંજન પાર્કના સ્‍થાપક પ્રમુખ પદે રહી સતત ૧૧ વર્ષ સુધી બિન હરીફ પ્રમુખપદે રહી ગુંજન પાર્કને એક મોડેલ વસાહત બનાવવામાં ઉલ્લેખનીય કામગીરી બજાવી છે. રાજકોટ શહેર આચાર્ય સંઘના મહામંત્રી તરીકેની ઉલ્લેખનીય સેવા પણ બજાવી ચૂક્‍યા છે.

વઘાસિયાના જન્‍મદિવસ નિમિત્તે સ્‍વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્‍થાનના પ.પૂ.ગુરૂવર્ય મહંત સ્‍વામી શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી અને પ.પૂ.સદગુરૂ મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીએ  શુભાશિષ સહ અભિનંદન પાઠવ્‍યા છે. સ્‍વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના આચાર્ય અને શહેર આચાર્ય સંઘના મહા મંત્રી કિશોરભાઈ દવે, રાજય આચાર્ય સંઘ મહામંડળના પૂર્વ અન્‍વેષક ભૂપેન્‍દ્રસિંહ જાડેજા, શહેર આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ સંજયભાઈ પંડયા, વર્તમાન પ્રમુખ વિનોદભાઈ ગજેરા, જાડેજા કોર્નર ગ્રુપ અને જલસા પરિવારે અભિનંદન પાઠવી નિરામય શેષ જીવનની શુભકામનાઓ વ્‍યક્‍ત કરી છે.

(3:43 pm IST)