Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

દેશભકિતથી તરબર ‘વીરાંજલી' કાર્યક્રમને નિહાળી દર્શકો થયા મંત્રમુગ્‍ધ

૧૦૦થી વધુ કલાકારો દ્વારા કલા પિરસવામાં આવીઃ વંદે માતરમ અને ‘ભારત માતા કી જય'ના નારા ગુંજયા

વર્તમાન સમયમાં યુવાનોમાં રાષ્‍ટ્રભાવના પ્રબળ બને તે દિશામાં ભારતીય જનતા પાર્ટી અને ચિમનભાઈ શુકલ લોક કલ્‍યાણ ટ્રસ્‍ટ અને વીરાંજલિ સમિતિ દ્વારા સુંદર પ્રયાસઃ વજુભાઈ વાળા

વીરાંજલિ કાર્યક્રમ દ્વારા શહિદવીરોની યાદ લોકોના માનસપટ પર તાજી થઈ છે, લોકોને વીરરસનું પાન કરવાનો અમુલ્‍ય અવસર મળ્‍યો છેઃ વિજયભાઈ રૂપાણી

‘વીરાંજલિ'એ શહિદવીરોની વીરગાથા, દેશદાઝ અને રાષ્‍ટ્રવાદને આબેહુબ વર્ણવી છેઃ કમલેશ મિરાણી

રાજકોટઃ શહેરના રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ મેદાન ખાતે સ્‍વ.ચિમનભાઈ શુકલ જનકલ્‍યાણ ટ્રસ્‍ટ અને વીરાંજલિ સમિતિ દ્વારા શહિદવીરોને અંજલી આપતો ભવ્‍ય મલ્‍ટીમીડીયા નાટય શો ‘વીરાંજલિ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો.પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, કશ્‍યપ શુકલ, નેહલ શુકલ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કાશ્‍મીરાબેન નથવાણી, મ્‍યુ.કમિશ્નર અમિત અરોરા ઉપસ્‍થિત રહયા હતા.

આ તકે વજુભાઈ વાળાએ જણાવેલ કે વીર શહિદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂએ દેશ માટે શહાદત વ્‍હોરી લીધી હતી. ત્‍યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શહીદવીરોને વીરાંજલિ આપવાની પ્રણાલી શરૂ કરી છે. ત્‍યારે શહિદવીરોને અંજલી આપવાના આ કાર્યક્રમથી યુવાધન દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્‍વ અર્પણ કરી પોતાના પ્રાણોની આહુતિ આપનાર ક્રાંતિકારીઓની જીવનગાથાને નિહાળે અને તેનાથી માહિતગાર થઈ રાષ્‍ટ્રવાદથી વિચારધારાને વરે તે માટે આયોજકોને બીરદાવ્‍યા હતા.

આ તકે વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે અમદાવાદ ખાતે ‘વીરાંજલિ' કાર્યક્રમ યોજાઈ ગયો છે ત્‍યારે માં ભારતીના ચરણે પોતાનું સર્વસ્‍વ અર્પણ કરી પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિવીરોને છેલ્લા બાર વર્ષથી બકરાણા તેમજ સાણંદ મુકામે ડાયરાના માધ્‍યમથી વંદના કરવામાં આવે છે અને રાષ્‍ટ્રભકત પ્રદિપસિંહ વાઘેલાના માર્ગદર્શન નીચે હજારોની જનમેદનીમાં ‘વીરાંજલિ' કાર્યક્રમ ઉજવાતો આવ્‍યો છે. ત્‍યારે રાજકોટ ખાતે સ્‍વ.ચિમનભાઈ શુકલ લોક કલ્‍યાણ ટ્રસ્‍ટ અને વીરાંજલિ સમિતિના સંયુકત ઉપક્રમે રેસકોર્ષ મેદાન ખાતે ખ્‍યાતનામ કલાકારો દ્વારા ભવ્‍યાતિભવ્‍ય ‘વીરાંજલિ મલ્‍ટીમીડીયા શો' કાર્યક્રમથી શહેરીજનોને વીરસરનું રસપાન કરવાનો અમુલ્‍ય અવસર મળ્‍યો છે.

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્‍વ ન્‍યોછાવર કરનાર શહીદવીરો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના પાત્રોને આબેહુબ જીવંત કરીને તેમની વીરગાથા, દેશદાઝ અને રાષ્‍ટ્રવાદને સુંદર રીતે વર્ણવતા વીરાંજલિ કાર્યક્રમને નિહાળી શહેરીજનો મંત્રમુગ્‍ધ બન્‍યા છે.

આ તકે આ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્‍થિત આગેવાનોનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું, આ કાર્યક્રમનું સંચાલન કશ્‍યપ શુકલ અને નેહલ શુકલએ કર્યું હતું. ૧૫ હજારથી વધુ લોકો આ વીરાંજલી કાર્યક્રમને માણ્‍યો હતો. જેમાં નામાંકિત કલાકારો દ્વારા આબેહૂબ કલાકૃતિ પીરસાઈ હતી અને આઝાદી પહેલાની ક્રાંતિગાથા સુવિખ્‍યાત કલાકારો દ્વારા રંગભૂમિ અને નૃત્‍યના આશરે ૧૦૦થી વધુ કલાકારો ડાન્‍સ અને ડ્રામા સાથે ‘વીરાંજલિ મલ્‍ટીમીડીયા શો' ની રજુઆત કરી હતી, જેમાં કાર્યક્રમ માટે તદન નવા દેશભકિતના ગીતોની રચના કરવામાં આવી હતી. ત્‍યારે વર્તમાન સમયમાં યુવાનોમાં રાષ્‍ટ્રભાવના પ્રબળ બને તે દિશામાં ભારતીય જનતા પાર્ટી અને ચિમનભાઈ શુકલ લોક કલ્‍યાણ ટ્રસ્‍ટ અને વીરાંજલિ સમિતિ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ નામાંકિત કાલાકારો દ્વારા ડાન્‍સ અને ડ્રામા દ્વારા શહિદવીરોની યાદને લોકોના મનસપટ પર તાજી કરવામાં આવેલ. સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત ‘જાણતા રાજા પછી' વીરાંજલિનું રાજકોટ ખાતે સુંદર આયોજન થયેલ ત્‍યારે ભવ્‍યાતિભવ્‍ય એવા વીરાંજલિ કાર્યક્રમને નિહાળી મંત્રમુગ્‍ધ બનેલા રાજકોટવાસીઓએ કાર્યક્રમના અંતે કલાકારોને સ્‍ટેન્‍ડીંગ ઓવેશન આપી એકી આવજે કલાકારોની કલાને બીરદાવી હતી અને રેસકોર્ષ મેદાન પર ‘વંદે માતરમ' અને ‘ભારત માતાકી જય'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.

આ વીરાંજલિ કાર્યક્રમ અંતર્ગત કમલેશ મિરાણી, નિતીન ભારદ્વાજ, ઉદય કાનગડ, કશ્‍યપ શુકલ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, નેહલ શુકલના માર્ગદર્શન હેઠળ જુદી- જુદી સમિતિઓની રચના કરવામાં આવેલ. જેમાં પુષ્‍કર પટેલ, કેતન પટેલ, કેતન પટેલ, વલ્લભભાઈ દુધાત્રા, અશ્વીન પાંભર, રાજુભાઈ ધ્રુવ, હરેશ જોષી, દેવાંગ માંકડ, મયુર શાહ, મનુભાઈ વઘાશીયા, દીવ્‍યરાજસિંહ ગોહિલ, વિરેન્‍દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, અશોક લુણાગરીયા, રાજુભાઈ અઘેરા, ડી.બી.ખીમસુરીયા, મહેશ અઘેરા, ગોતમ ગોસ્‍વામી, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, મહેશ રાઠોડ, કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્‍વીસિંહ વાળા, હીરેન રાવલ, જયમીન ઠાકર, રાજન ઠકકર, હાર્દીક બોરડ, જય શાહ, શૈલેષ હાપલીયા, નીખીલ રાઠોડ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:38 pm IST)