Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

લાતી પ્‍લોટમાં પુત્ર કલ્‍પેશે પોતાના પેટમાં છરી ભોંકી, પિતા સુરેશભાઇ કેરોસીન પી ગયા

પુત્રને મિત્રો સાથે રખડવા જવાની ના પાડતાં પિતા સાથે ચડભડ થઇ'તી

રાજકોટ તા. ૪: કુવાડવા રોડ પર લાતી પ્‍લોટમાં રહેતાં કોળી યુવાન અને તેના પિતા વચ્‍ચે બોલાચાલી થતાં યુવાને ગુસ્‍સે થઇ પોતાના જ પેટમાં છરીથી ઇજા પહોંચાડી લેતાં તેની પાછળ પિતાએ કેરોસીન પી લેતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પ્રાથમિક સારવાર બાદ બંનેએ રજા લીધી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ લાતી પ્‍લોટમાં રહેતાં કલ્‍પેશ સુરેશભાઇ માલકીયા (કોળી) (ઉ.વ.૨૦) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે પોતાના પેટમાં પોતાની જાતે છરીથી ઇજા કરી લેતાં અને તેના પિતા સુરેશભાઇ  બાબુભાઇ માલકીયા (ઉ.૫૦)એ કેરોસીન પી લેતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

સુરેશભાઇ લાતી પ્‍લોટમાં નટ બોલ્‍ટના કારખાનામાં કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. પુત્ર કલ્‍પેશ ચાંદી કામ કરે છે. તે મિત્રો સાથે વારેઘડીએ રખડવા જતો રહેતો હોઇ સાંજે પિતાએ તેને આ બાબતે ઠપકો આપતાં પિતા-પુત્ર વચ્‍ચે ચડભડ થઇ હતી. એ કારણે કલ્‍પેશને ગુસ્‍સો ચડતાં તેણે પોતાના પેટમાં છરીથી ઇજા પહોંચાડી હતી. એ પછી પિતા સુરેશભાઇ પણ કેરોસીન પી જતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સારવાર બાદ બંનેને રજા અપાઇ હતી.

(3:38 pm IST)