News of Wednesday, 3rd January 2018

કાલથી દરરોજ બેથી પાંચ વોર્ડમાં પાણીકાપઃ ૨૦મી સુધીનું સમયપત્રક જાહેર

રાજકોટઃ કોર્પોરેશનના પાણીના ટાંકા અને સમ્પની સફાઇ માટે દરરોજ એક વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશેઃ આવતીકાલે વોર્ડ નં.૭, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૭ના અડધા વિસ્તારોમાં, તા.૫ના વોર્ડ નં. ૮, ૧૧, ૧૨, ૧૩ના અડધા વિસ્તારોમાં, તા.૬ના વોર્ડ નં.૧૧ અને ૧૩ના અડધા વિસ્તારોમાં, તા.૮ના વોર્ડ નં.૨ અને ૩ના અડધા વિસ્તારોમાં, તા. ૯ના વોર્ડ નં.૨, ૩, ૭, ૧૪ના અડધા વિસ્તારોમાં, તા.૧૦ના વોર્ડ નં.૩ (રેલનગર) તથા વોર્ડ નં.૬ (માંડા ડુંગર વિસ્તાર)ના અડધા વિસ્તારોમાં, તા.૧૧ના વોર્ડ નં.૨, ૭, ૮, ૧૦, ૧૧, ૧૮ના અડધા વિસ્તારોમાં, તા.૧૨ના વોર્ડ નં.૪, ૫, ૬ના અડધા વિસ્તારોમાં, તા. ૧૬ના વોર્ડ નં.૬ અને ૧૫ના અડધા વિસ્તારોમાં, તા.૧૮ના વોર્ડ નં.૨, ૭, ૮, ૧૦, ૧૧ના અડધા વિસ્તારોમાં, તા. ૨૦ના વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫ના અડધા વિસ્તારોમાં દરરોજ પાણી વિતરણ નહીં થાય.

(4:44 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST