Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

રાજકોટના શ્રી આશાપુરા મંદિરે અંબા પ્રાગટયોત્સવની ઉજવણી

 અહીંના પેલેસ રોડ ઉપર આવેલ શ્રી આશાપુરા માતાના મંદિરે ગઇકાલે મંગળવારે અંબા પ્રાગટય દિવસની ઉજવણી કરાઇ હતી. રાજય પુરોહીત અને તજજ્ઞ બ્રાહ્મણો દ્વારા પૂજા વિધી અને બપોરે ધજા વિધી તેમજ સાંજે ધજા શોભાયાત્રા યોજવામાં આવી હતી. મહીલા મંડળે માતાજીના ગુણલા ગાઇને વાતાવરણને ધર્મમય બનાવી દીધુ હતુ. સાંજે સંગીત સંધ્યા ઓરકેસ્ટ્રા દ્વારા ભકિત સંગીતના સુર રેલાવાયા હતા. આ તકે બહેનોએ રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. ધ્વજા રોહણ પુજા વિધીનો લાભ સચીનભાઇ ઠાકરે લીધો હતો. ધજારોહણ મયુરસિંહ સતુભા જાડેજાના હસ્તે કરવામાં આવેલ. પુજારી યજ્ઞેશભાઇ ભટ્ટની રાહબરીમાં સમગ્ર વિધી વિધાન થયા હતા. તેમ વિનોદભાઇ આર. પોપટની યાદીમાં જણાવાયુ છે. તસ્વીરમાં માં આશાપુરાની આરતી ઉતારતા યજ્ઞેશભાઇ ભટ્ટ તેમજ ઉપસ્થિત માઇ ભકતો અને વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST