Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

સાતડા પાસે ટ્રક રોડ નીચે ઉતરી થાંભલામાં ભટકાયોઃ ચાલક છગનભાઇ કોળીનું મોત

શિવાજીનગરના વૃધ્ધ વાંકાનેર રેતી ભરવા જતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા.૩: કુવાડવા રોડ પર સાતડા ગામના પાટીયા પાસે ટ્રક નં. જીજે૩યુ-૫૭૬૧ રોડ નીચે ઉતરી જઇ વિજ થાંભલા સાથે ભટકાતાં ટ્રકના ચાલક ચુનારાવાડ શિવાજીનગર-૨૧માં રહેતાં છગનભાઇ પુંજાભાઇ કાળોતરા (કોળી) (ઉ.૬૦)ને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. આર. પી. મેઘવાળે જરૂરી કાર્યવાહી કરી મૃતકના પુત્ર પપ્તુભાઇ છગનભાઇ કાળોતરા (ઉ.૩૦)ની ફરિયાદ પરથી મૃતક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર છગનભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. છગનભાઇ ગઇકાલે ટ્રક હંકારી વાંકાનેર તરફ રેતી ભરવા જતાં હતાં ત્યારે કોઇ કારણોસર કાબૂ ગુમાવતાં ટ્રક નીચે ઉતરી થાંભલામાં ભટકાતાં તેમને ગંભીર ઇજા થઇ હતી અને મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:40 pm IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST