Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મકાન ભાડે આપતા પહેલા મકાન માલીકે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી

રાજકોટમાં મકાન ભાડે આપતા પહેલા આટલુ કરો : ભાડૂઆતની તમામ વિગતોની નકલ પોલીસ સ્ટેશને મોકલવાની રહેશે : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

રાજકોટ, તા. ર : રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા અને કોઇનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજીક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો ભાડે આપતા માલીકો ઉપર શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવેલ છે. કોઇ ઔદ્યોગિક માલિક અગર તો આ માટે આવા એકમ મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત જયારે એકમ કે મકાન ભાડે આપે ત્યારે સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત, અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે અંગેની જરૂરી વિગતો નિયત પત્રકમાં જરુરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું રહેશે. આ હુકમ તા.૦૧/૦૩/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(3:08 pm IST)