Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બાળ લગ્ન અટકાવવા જિલ્લામાં ઝુંબેશ : આ વર્ષે સૂજલામ- સૂફલામ યોજનામાં ૩૦૦ થી વધુ કામો કરાશે : કલેકટર

અમૃત સરોવર અંગે આજે રીવ્‍યું : જિલ્લાભરમાં તમારૂ બ્‍લડગ્રુપ જાણો અંગે ખાસ ઝુંબેશ....

રાજકોટ, તા. ર :  રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે રાજકોટ શહેર-જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા અંગે આજથી ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે, આ માટે દરેક તલાટીઓને ચેકીંગ અર્થે આદેશો કરાયા છે, ગયા વર્ષે રાજકોટમાં આવા-૩ લગ્ન અટકાવાયા હતા.

કલેકટરે સૂજલામ સૂફલામ યોજના અંગે જણાવેલ કે આગામી માર્ચ-એપ્રિલમાં આ યોજના આવશે, જેમાં ચેકડેમ-નવા તળાવ, રીપેરીંગ, પાઇપલાઇન બધુ આવરી લેવાશે, ગયા વર્ષે ૩૦૦ થી વધુ કામો કરાયા હતા, આ વર્ષે પણ ૩પ૦ આસપાસ કામો કરાશે, આ અંગે તમામ અધિકારીઓની મીટીંગ બોલાવાઇ છે, અને કયાં -કયાં કયા પ્રકારની કામગીરીની જરૂરીયાત છે તેનો રીપોર્ટ મેળવી કામો શરૂ કરાશે.

તેમણે ઉમેયુ હતું કે સહિત સરોવર અંગે આજે ખાસ રીવ્‍યું મીટીંગ બોલાવાઇ છે, ગયા વર્ષે ર૦ સરોવર બનાવી લેવાયા છે, પપમાં હાલ કામો ચાલી રહ્યા છે, આ કામગીરી કર્યા પહોંચી તે વિગતો મેળવાશે.

કલેકટરની અપીલ

કલેકટરે આજે સંસ્‍થાઓ-લોકોને અપીલ કરી હતી કે સૈનિક વેલ્‍ફેર ફંડમાં ઉદાર હાથ ફાળો અપાય, આ વર્ષે રપ લાખનો ટારગેટ અપાયો છે, ગયા વર્ષે પણ આટલો જ ટારગેટ હતો, પરંતુ ૩૭ લાખનું ફંડ ઓફ કરી શકાયુ હતું. સૈનિકોની શહીદી, તેમના પરિવાર માટે, રીટાયર્ડમેનમાં આ ફંડનો ઉપયોગ થઇ શકે છે, તાજેતરમાં રાજકોટની એક સ્‍કુલના આસામી દ્વારા કલેકટરને સૈનિક વેલ્‍ફેર માટે ૭ લાખનો ફાળો અપાયો હતો.

લાઇફ સંસ્‍થાના થેલેસેમીયા જાગરૂકતા અંગેના નો યોર બ્‍લડ ગ્રુપ પ્રોજેકટ અંગે કલેકટરે લોકોને પોતાનું બ્‍લડ ગ્રુપ અવશ્‍ય જાણી લેવા અને લગ્ન પહેલા યુવક-યુવતીઓના થેલેસેમીયાના અચુક ગેસ્‍ટ કરાવવા અપીલ કરી હતી, કલેકટરે ઉમેર્યુ હતુ કે રાજકોટ શહેર-જીલ્લાની કલેકટર સહિત તમામ સરકારી કચેરીઓમાં નો યોર બ્‍લડ ગ્રુપના ખાસ બોર્ડ લગાવાયા છે.

(4:34 pm IST)