Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગોંડલ તાલુકાની ચરખડી દુધ સહકારી મંડળી વિરૂધ્‍ધ થયેલ દાવો નામંજુર : વાદી દાવો સાબીત કરી શકેલ નથીઃ સિવિલ કોર્ટ

રાજકોટ, તા., ૨: અત્રેની સીવીલ કોર્ટ ગોંડલ સમક્ષ રાજકોટ જીલ્લાની ગોંડલ તાલુકાની શ્રી ચરખડી  દુધ ઉત્‍પાદક સહકારી મંડળી લી. સામે મંડળીમાં દુધ ભરતા ગ્રાહક ભાવેશભાઇ લવજીભાઇ લીલાએ એવી તકરાર સાથે દાવો રજુ કરેલ કે મંડળી દ્વારા દુધ ભરતા ગ્રાહકો સાથે છેતરપીંડી કરે છે. દુધનું ઓછુ વજન આપે છે અને તેવી તકરાર લેતા દુધ મંડળી દ્વારા અમારૂ દુધ લેતા નથી તે દુધ લે અને દુધનું પુરૂ વજન આપે અને તેની રકમ ચુકવે તેવી દાદ સાથે દાવો દાખલ કરેલ અને તે દાવા કામમાં શ્રી ચરખડી દુધ ઉત્‍પાદક સહકારી મંડળી લી. દ્વારા રજુઆત કરતા તે ધ્‍યાને લઇને સીવીલ કોર્ટના જજશ્રી એમ.ડી.પરમારએ દાવો કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે શ્રી ચરખડી દુધ ઉત્‍પાદક સહકારી મંડળી લી. ચરખડી દ્વારા તેના દુધ ભરતા ગ્રાહકો પાસેથી જે દુધ લે છે તેમાં મંડળીના હોદેદારો, કર્મચારીઓ દ્વારા છેતરપીંડી કરવામાં આવે છે. દુધ ભરતા ગ્રાહકો સાથે ગેરવર્તણુક કરે છે અને તે અંગેની રજુઆત કરતા ચરખડી દુધ મંડળી દ્વારા તેનું દુધ લેતા નથી અને સભાસદ બનાવતા નથી વિગેરે તકરાર સાથે દાવો દાખલ કરેલ અને પોતાનું દુધ લે, પુરૂ વજન આપેલ અને તેની રકમ ચુકવે તેવો દાદ માંગેલ છે જેથી શ્રી ચરખડી દુધ ઉત્‍પાદક સહકારી મંડળી લી.એ સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી સતિષ દેથલીયાને તેમના તરફે રોકીને હકીકતની તેમજ કાયદાકીય રજુઆત કરાવેલી.

સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી સતીષ દેથલીયાએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજુઆત કરેલ કે ચરખડી દુધ મંડળી સહકારી કાયદા હેઠળ નોંધાયેલ છેઅને ચરખડી દુધ મંડળી તેના ગ્રાહકો પાસેથી દુધ લે છે અને તે તેની માતૃ સંસ્‍થા એટલે કે રાજકોટ ડેરીમાં જમા કરાવે છે અને તેનું નીયમીત સુપરવીઝન થાય છે અને તેમાં મંડળીના વહીવટ, વ્‍યવહાર સહીતની બાબતોની ચકાસણી કરવામાં આવે છે જેથી દુધ ભરતા ગ્રાહકોનો દાવો ખરો નથી અને ચરખડી દુધ મંડળી સહકારી કાયદા હેઠળ નોંધાયેલ હોય જેથી સહકારી સંસ્‍થાની રચના મેનેજમેન્‍ટ સહીતની બાબતો ચલાવવાની સતા અને અધિકાર સીવીલ કોર્ટને નથી તે અંગેનો ન્‍યાય નિર્ણય કરવાની સતા અને અધિકાર રજીસ્‍ટ્રાર અને નોમીનીઝ છે અને અન્‍ય દુધ ભરતા ગ્રાહકોએ કયારે આ બાબતે તકરાર લીધેલ નથી જેથી દાવો રદ કરવો જોઇએ તેવી કાયદાકીય અને રેકર્ડ આધારીત જોરદાર રજુઆતો કરતા તેની રજુઆતોમાં તથ્‍યતા જણાતા ગોંડલની સીવીલ કોર્ટના જજશ્રી પરમારે એવી સ્‍પષ્‍ટ તારણ સાથે રદ કરેલ કે સહકારી કાયદા હેઠળ નોંધાયેલ સહકારી સંસ્‍થાના મેનેજમેન્‍ટ, નોંધણી, કમીટી રચના સહીતની બાબતો અન્‍વયે તકરાર સાંભળવાની સતા અને અધિકાર સીવીલ કોર્ટને નથી તેમજ ચરખડી દુધ મંડળી દુધ ભરતા ગ્રાહકો સાથે છેતરપીંડી કરતો હોય તેવો કોઇ રેકર્ડ આધારીત પુરાવો રજુ કરેલ નથી કે આ બાબતે અન્‍ય દુધ ભરતા ગ્રાહકોએ પણ ફરીયાદ કરેલ નથી જેથી વાદી તેનો દાવો સાબીત કરી શકવામાં નિષ્‍ફળ ગયેલ છે તેમ ગણીને વાદીનો દાવો રદ કરેલ હતો.

 આ કામમાં શ્રી ચરખડી દુધ ઉત્‍પાદક સહકારી મંડળી લી. વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ સુભાષ પટેલ, સતિષ દેથલીયા, જયસુખ બારોટ, સહાયક રમેશ સોલંકી રોકાયેલ છે.

(2:49 pm IST)