Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઈવનિંગ પોસ્‍ટના સિનિયર સભ્‍યો માટે શનિ- રવિ સંગીત સંધ્‍યા

રાજકોટઃ સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્‍ટમાં તા.૪ શનિવારે સાંજે ૫:૩૦ કલાકે ડયુએક (યુગલ ગીત) દ્વારા તેમજ તા.૫ રવિવારે સાંજે ૫:૩૦ કલાકે ફેન્‍ડસ ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવેલ છે. જુના હિન્‍દી ફિલ્‍મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્‍ટનાં ઈન્‍ચાર્જ મનસુખભાઈ મકવાણા, ડો.અસિતભાઈ ભટ્ટ અને નીલાબેન હિંડોચા જહેમત ઉઠાવી રહ્યા છે

(1:32 pm IST)