Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જીવનનગરની પ્રાચીન ગરબીમાં આજે ટીપ્પણી રાસ

 

  રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, અનિલ જ્ઞાન મંદિર પાછળની શેરીમાં જીવનનગર પ્રાચીન ગરીબમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી, શ્રીમતી અંજલિબેન રૃપાણી, પ્રદેશ ભાજપ ના મહિલા મોરચાના અગ્રણી, પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રીમતિ બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, ચેતનભાઇ સુરેજા, શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઇ હુંબઇ, અશ્વિનભાઇ ભોરણીયા આગેવાનો ઉપસ્થિત રહી રાસ નિહાળશે. આજે બેડા ટીપ્પણી, દિવડા રાસનું જબરૃ આકર્ષણ જામશે.  મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડીયા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા વકીલ, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, યોગીતાબેન જોબનપુત્રા અને મહિલા મંડળ વિશેષ કાર્યરત છે. સમિતિના વિનોદરાય ભટ્ટ, કેતનભાઇ મકવાણા, પાર્થ ગોહેલ, અશોકભાઇ વાઘેલા, વિનુભાઇ ઉપાધ્યાય સહિત કાર્યકરો સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:02 pm IST)