Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧પ-૩-ર૦રર મંગળવાર
ફાગણ સુદ-૧ર
રવિયોગ પ્રા. ર૩-૩૩ થી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-પ૮
સૂર્યાસ્‍ત-૬-પ૪
જૈન નવકારશી- ૭-૪૬
ચંદ્ર રાશિ- કર્ક (ડ. હ.)
ર૩-૩૩ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્‍લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩ર થી અભિજીત ૧૩-ર૦ સુધી ૯-પ૬ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૬ સુધી ૧પ-પપ થી શુભ
૧૭-રપ સુધી ર૦-રપ થી લાભ
ર૧-પપ સુધી, ર૩-રપ થી શુભ ર૪-પપ સુધી
શુભ હોરા
૮-પ૭ થી ૧૧-પ૬ સુધી, ૧ર-પ૬ થી ૧૩-પ૬ સુધી, ૧પ-પપ થી
૧૮-પપ સુધી, ૧૯-પપ થી
ર૦-પપ સુધી,
બ્રહ્માંડના સિતારા
લગ્ન જીવનમાં જો સફળતા મળે અને કોઇ મતભેદો વગરનું લગ્ન જીવન ચાલતુ હોય તો જીવનમાં ખુબ જ પ્રગતિ થાય છે. જન્‍મ કુંડલીમાં જો કેન્‍દ્રમાં ગુરૂ હોય અને સાતમા સ્‍થાનમાં શુક અથવા ચંદ્ર હોય ગુરૂની દૃષ્‍ટિ તેની ઉપર પડતી હોય તો ખરેખર લગ્ન જીવન સારુ રહે છે. તેની સાથે ચોથુ સ્‍થાન અને દશમુ સ્‍થાન પણ ખાસ જોવુ જો યુવકના વિચારો નબળા હોય અથવા ગુજરાતી ભાષામાં કહીએ તો માવળીયો હોય તો પણ લગ્નજીવનમાં ગેર સમજો રહે છે. કારણ કે કયારેક મા-બાપ પણ સંતાનોના લગ્ન જીવનમાં અવરોધો ઉભા કરે છે. યુવક-યુવતીને બને ને સારો મેળ હોય તો પણ કયારેક મા-બાપ અજાણતા - જાણતા મનમાં ઇર્ષાભાવ આવી જાય છે. અથવા પરિવારના બીજા સભ્‍યો પણ આમાં ગેરસમજો ઉભી કરે છે.