Gujarati News

Gujarati News

News of Monday, 21st August 2023

‘‘પ્રેમ ના ફુલો''૪૬

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

જીવો ઉન્‍મુકત, પળ-પળ

મારા મિત્ર,

પ્રેમ, આનંદને ઇચ્‍છો જ નહીં. કારણ કે, ઇચ્‍છા જ આનંદના માર્ગમાં બાધા છે. જીવનને જીવો. ઇચ્‍છાના કિનારામાં બાંધીને નહીં. લક્ષની મંજિલને ધ્‍યાનમાં રાખીને નહીં. જીવો ઉન્‍મુકત. જીવો, પળ-પળ, અને ડરો નહીં. ભયભીત ન થાઓ, કારણ કે ખોવાનું કંઇ પણ નથી. અને મેળવવાનું કંઇ પણ નથી. અને જે ક્ષણે એવા થઇને રહેશો તે ક્ષણે જીવનનું સર્વ કંઇ મળી જાય છ.ે પરંતુ, ભૂલેચૂકે પણ જીવનનાં દ્વાર પર ભીખારી થઇને ન જતા, કંઇ માંગતા ન જતા. કારણ કે દ્વાર ભીખારીઓને માટે કયારેય ખૂલતું જ નથી.

                                રજનીશના પ્રણામ

(10:59 am IST)