Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022
વિસાવદર પંથકના પીઢ સહકારી અગ્રણી ઓસમાણ વલીનું અવસાન

વિસાવદર : તાલુકાનાં જેતલવડ ગામનાં રહેવાસી ઓસમાણભાઇ વલીભાઇ પરમાર (ઉ.વ.૭૯)નુ આજે તા.૪નાં રોજ અવસાન થયેલ છે.તેઓ વિસાવદર તાલુકા પંચાયતના સદસ્‍ય, વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.તથા વિસાવદર તાલુકા ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિના ડીરેક્‍ટર તથા વિસાવદર તાલુકા કોંગ્રેસ લઘુમતિ સેલના અધ્‍યક્ષ તરીકે રહી ચૂકયા હતા.તેઓ ઝાંઝેનાથ સેવા સહકારી મંડળીના મેનેજીંગ ડિરેકટર તરીકે પણ સેવા આપી રહ્યા હતા.તાલુકાભરમા જાહેરજીવનના અગ્રણી તરીકેની ઓળખ ધરાવતા ૅઓસમાણ વલીૅ તરીકે જાણીતા પીઢ અગ્રણીની વિદાયથી વિશાળ ચાહકવર્ગે શોક વ્‍યક્‍ત કર્યો છે

 

વિસાવદરના પીઢ કારડીયા રાજપૂત અગ્રણી ભાયાબાપુનું અવસાન

વિસાવદરઃ તાલુકાનાં પીઢ કારડીયા રાજપૂત અગ્રણી ભાયાભાઇ કેશવભાઇ દાહીમા (ઉ.વ.૮૩)નુ આજે તા.૪ના રોજ અવસાન થયેલ છે.તેઓ વિસાવદર નગર પાલિકાના સદસ્‍ય,વિસાવદર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તથા નવજીવન મજુર સહકારી મંડળીનાં પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂકયા હતા.સમગ્ર પંથકમાં જાહેરજીવનમાં વર્ષોથી કાર્યરત ૅદાહીમા પરિવારૅના તેઓ મોભી હતા.તેમના નિધનથી એક પીઢ અગ્રણીની ખોટ પડી છે.વિશાળ શુભેચ્‍છકવર્ગે શોકાંજલિ અર્પણ કરી છે.

 

અવસાન નોંધ

વિજયાબેન લોટીયા
રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક ગં.સ્‍વ. વિજયાબેન લીલાધર લોટીયા (શાહ) (ઉ.વ.૮૮) તે લીલાધરભાઈ પ્રેમચંદભાઈના પત્‍ની તે શૈલેષ (નાગરીક બેંક પૂર્વ કર્મચારી તથા રાજકોટ મહાજન કારોબારી સદસ્‍ય), કૌશીક (ઓડીટર), સ્‍વ.પલ્લવીબહેન, સ્‍વ.ચંદ્રિકાબહેન તથા ભાવનાના માતુશ્રી તથા બીપીન શ્રીમાંકર (બોમ્‍બે), યોગેશ મહેતા (બોમ્‍બે), અસિતા, નેહાના સાસુ તથા સ્‍વ.ઉમેદભાઈ, હરકિશનભાઈ ધ્રુવના બહેન તથા હર્ષિલ (આર્કીટેકટ), બ્રિંઝલ, રિયા, વિવેક, જયના દાદી તા.૨ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૪ સોમવાર સાંજે ૫:૩૦ કલાકે, નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્‍કૂલ સામે, ટાગોર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.


મહેશભાઈ અંબાસણા
રાજકોટઃ સ્‍વ.મહેશભાઈ વિઠ્ઠલદાસ અંબાસણા (ઉ.વ.૬૩) જે રમાબેનના પતિ, મીરા, માનસીના પિતાશ્રી તથા સ્‍વ.સુરેશચંદ્ર, સ્‍વ.રાજેશભાઈ અને દિનેશભાઈ અંબાસણાના ભાઈશ્રીનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૪ સોમવારના ૫ થી ૬:૩૦ જનકલ્‍યાણ હોલ રાજકોટ ખાતે રાખેલ છે.


હંસાબેન મહેતા
રાજકોટઃ નિવાસી સ્‍વ.સુમનલાલ મોહનલાલ મહેતાના ધર્મપત્‍નિ ગં.સ્‍વ.હંસાબેન (ઉ.વ.૮૪) તે મુકેશભાઈ, સ્‍વ.ભાવનાબેન અજયભાઈ મહેતા (સોલાપુર) તેમજ અ.સૌ.દિપ્‍તીબેન સંજયભાઈ સંઘાણી (જામનગર)ના માતુશ્રી તા.૨ શનિવારના રોજ સાંજે ૫ કલાકે સંથારાપૂર્વક અરિહંતશરણ થયેલ છે. વર્તમાન પરિસ્‍થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ સોમવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મુકેશભાઈ મો.૯૮૨૪૮ ૪૩૮૨૨, દિપ્‍તીબેન મો.૯૪૨૭૨ ૩૭૪૨૦ લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.


પ્રકાશભાઈ રાજપરા
રાજકોટઃ ગૌ.વા.ચંદુલાલ અમૃતલાલ રાજપરાના પુત્ર પ્રકાશભાઈ (ઉ.વ.૫૨) તે હાર્દિકભાઈ તથા પાર્થભાઈના પિતાશ્રી તથા દક્ષાબેન હરેશકુમાર કાત્રોડીયાના ભાઈ તથા નંદકિશોરભાઈ તથા બાલકૃષ્‍ણભાઈના ભત્રીજા તા.૨ના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. તેમનું બેસણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી સાઈનાથ બાબા મહાદેવ મંદિરે, સાઈબાબા સોસાયટી રેલનગર રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૯૮૫ ૧૭૮૭૭

જયકુંવરબેન લુહાર

ઉપલેટા : સોરઠીયા લુહાર જયકુંવરબેન માણેકલાલ મકવાણા (ઉ.વ.૮૦) તે જીતુભાઇ, જયંતભાઇ, સુનીલભાઇ, અનીલભાઇ તથા શોભનાબેન (તાલાળાગીર) અને જયોતિબેન (જુનાગઢ) ના માતુશ્રી તા. ર જીએ શનિવારે અવસાન પામ્‍યા છે. બેસણું તા. ૪ સોમવારે ૪ થી ૬ સોરઠીયા લુહાર જ્ઞાતીની વાડી, પાણીના ટાંકા પાસે, ભાયાવદર રોડ, ઉપલેટા  મુકામે રાખેલ છે.

જગદીશભાઈ ઠાકર

રાજકોટઃ જગદીશભાઈ ત્રંબકભાઈ ઠાકર (ઉ.વ.૭૫) તે કલ્‍પેશભાઈ (ઘનો) તથા રાજુબેન તથા મેઘનાબેનના પિતાશ્રી, દેવલોક પામેલ છે તથા જીગર યાજ્ઞીક અને હિમાંશું રાવલના સસરાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું સાંજે ૪ થી ૬ તા.૭ના (ગુરૂવારે) તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.