Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

અમેરિકાના ન્‍યુજર્સીમાં આવેલા TVAsia ઓડીટોરીયમમાં OFBJP અગ્રણીઓનો મેળાવડો : ગુજરાતમાં ભાજપના વિજયને વધાવવા ભેગા થયેલા અગ્રણીઓએ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ટેલિફોનિક અભિનંદન પાઠવ્‍યા : ‘વંદે માતરમ'ના ગાન, પ્રાસંગિક ઉદબોધનો તથા રાજભોગની સ્‍વાદિષ્‍ટ મીઠાઇ સાથે ઉજવણી સંપન્‍ન

 (દિપ્‍તીબેન જાની દ્વારા ) ન્‍યુજર્સી : યુ.એસ.માં ઓવરસીઝ ફ્રેન્‍ડસ ઓફ બીજેપી (OFBJP) ના ઉપક્રમે TVAsia ઓડીટોરીયમ એડિસન, ન્‍યુજર્સી મુકામે ગુજરાતમાં ભાજપના વિજયને વધાવતો પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ તકે TVAsia ચેરમેન શ્રી એચ.આર.શાહ, OFBJP પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી સુરેશભાઇ જાની, તથા શ્રી જયેશ પટેલ  તથા પ્રેસિડન્‍ટ ક્રિષ્‍ના રેકી, ડો. રાજ ભાયાણી, શ્રી પ્રમોદ ભગત, શ્રી અલ્‍પેશ પટેલ, શ્રી વિવેક, શ્રી અમર ગોસ્‍વામી, શ્રી બાલાગુરૂ, શ્રી આનંદ જૈન, શ્રી દીપ ભટૃ, સુશ્રી કલ્‍પના શુકલ સહિત ભાજપ અનુયાયીઓ હાજર રહયાં હતાં.

એકટર પટેલએ ‘‘વંદે માતરમ''ના ગાનથી વિજયોત્‍સવની શરૂઆત કરાવી હતી. રાજભોગએ સહુને મીઠા મોઢા કરાવ્‍યા હતાં.

ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ટેલિફોનિક અભિનંદન પાઠવાયા હતાં. જેમણે સહુનો શુભેચ્‍છા બદલ આભાર વ્‍યકત કર્યો હતો. સહુ ગુજરાતમાં ભાજપના વિજયથી ખુશખુશાલ જોવા મળ્‍યા હતાં. તથા કોમ્‍યુનીટી અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં.

(9:35 pm IST)