Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ગુજરાતમાં ભાજપના વિજયને વધાવતા ડો. વિઠૃલભાઇ ધડુક : યુ.એસ.ના પેન્‍સિલવેનિઆ સ્‍થિત સુવિખ્‍યાત ન્‍યુરો સર્જન ડો. ધડુકએ ભાજપ આગેવાનોને અભિનંદન પાઠવ્‍યા

 (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : અમેરિકાના પેન્‍સિલ્‍વેનિઆ સ્‍થિત સુવિખ્‍યાત ન્‍યરો સર્જન ઇન્‍ડિયન અમેરિકન ડો. વિઠૃલભાઇ ધડુકએ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ભાજપે સ્‍પષ્‍ટ બહુમતિ મેળવી વિજય હાંસલ કર્યો તે બદલ ગુજરાતના આગેવાનો મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ડે.મુખ્‍યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ, ભાજપ અધ્‍યક્ષ શ્રી અમિતભાઇ શાહ સહિતનાઓને અભિનંદન પાઠવ્‍યા હતાં. તથા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળ ભાજપ દિનપ્રતિદિન પ્રજાનો વધુને વધુ વિશ્વાસ હાંસલ કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

(9:27 pm IST)