Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

‘‘V ફોર વિકટરી'' : ગુજરાત વિધાનસભામાં ભાજપના વિજયની અમેરિકામાં ઉજવણી : ન્‍યુજર્સી ખાતે આવેલા સુવિખ્‍યાત રાજભોગ ફરસાણ ખાતે કોમ્‍યુનીટી અગ્રણીઓએ ભાજપના વિજયને વધાવી ખુશાલી મનાવી

 (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : અમેરિકાના ન્‍યુજર્સીમાં આવેલા સુવિખ્‍યાત રાજભોગ ફરસાણ ખાતે તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી સ્‍પષ્‍ટ બહુમતિ બદલ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્‍થિત કોમ્‍યુનીટી અગ્રણીઓ OFBJP ના પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી સુરેશભાઇ જાની, શ્રી ભાવેશ દવે, શ્રી બલીભાઇ પટેલ, શ્રી રસિકભાઇ પટેલ રાજભોગના શ્રી રાજુભાઇ પટેલ, શ્રી જગદીશભાઇ પટેલ તથા શ્રી અલ્‍પેશભાઇ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ રાડિયા, રાકેશભાઈ રાજ, અરવિંદભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ,મોહિન્દર ગુલાટી, રાજેશભાઈ શુકલા, સંજયભાઈ જૈન, જયંતકુમાર પટેલ  સહિત અનેક મિત્રોએ ‘‘વી ફોર વીકટરી'' ની સંજ્ઞા સાથે ભાજપના વિજયને વધાવ્‍યો હતો.

(12:01 am IST)