Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

‘‘રામાયણ ડાન્‍સ ડ્રામા'' : યુ.એસ. ના ઇલિનોઇસમાં ર ડિસેં. ૨૦૧૭ ના રોજ ઉજવાઇ ગયેલો પ્રોગ્રામ : સીતા સ્‍વયંવર, અરણ્‍ય કાંડના પ્રસંગો, રાવણ વધ સહિતના નૃત્‍ય તથા સંગીત સાથેના નિદર્શનથી ૩૫૦ જેટલા ઉપસ્‍થિતો મંત્રમુગ્‍ધ : IRINA, ઇન્‍ડિયન ઇન્‍ડોનેશિયા તથા થાઇ ડાન્‍સ ડ્રામા એકેડમીના સંયુકત ઉપક્રમે યોજાયેલા પ્રોગ્રામને અભૂતપૂર્વ આવકાર

શિકાગો : યુ.એસ.માં ઇન્‍ટરનેશનલ રાામાયણ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ નોર્થ અમેરિકા(IRINA) ના ઉપક્રમે ઇન્‍ડિયન ઇન્‍ડોનેશિયા તથા થાઇ ડાન્‍સ ડ્રામા એકેડમીના સહકારથી ર ડિસેં. ૨૦૧૭ ના રોજ ‘‘રામાયણ ડાન્‍સ ડ્રામા'' પ્રોગ્રામ યોજાઇ  ગયો.

રોઝરી હાઇસ્‍કુલ ઓડીટોરીયમ ઔરોરા, ઇલિનોઇસ મુકામે સાંજે ૫:૩૦ થી રાત્રિના ૮:૩૦ દરમિયાન યોજાયેલા આ પ્રોગ્રામને માણવા ૩૫૦ જેટલા કોમ્‍યુનીટી મેમ્‍બર્સ તથા અગ્રણીઓએ હાજરી આપી હતી.

પ્રોગ્રામનું ઉદઘાટન ચિફ ગેસ્‍ટ તરીકે પધારેલા ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણે દીપ પ્રાગટય દ્વારા કર્યુ હતું. જેમની સાથે ઇન્‍ડોનેશિયાના શિકાગો ખાતેના કોન્‍સ્‍યુલ જનરલ, ઓફિસ બેરર્સ તથા ટ્રસ્‍ટીઓ ઁજોડાયા હતાં. તમામ મહાનુભાવોનું સ્‍વાગત IRINAના પૂર્વ પ્રેસિડન્‍ટ તથા ટ્રસ્‍ટી ડો. સભાષ પાંડેએ કર્યુ હતું. તથા ૨૦૦૦ ની સાલથી સંસ્‍થા દ્વારા યોજાતા આ પ્રોગ્રામ થકી વિવિધતામાં એકતાના દર્શન થતા હોવાનું જણાવ્‍યું હતું. ઉપસ્‍થિત મહાનુભાવોએ પણ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં. ત્‍યારબાદ શરૂ થયેલા રામાયણ ડાન્‍સ ડ્રામા પ્રોગ્રામમાં રામાયણના પ્રસંગો જેવા કે રાવણ વધ, સીતાજીનું બાળપણ, સીતા  સ્‍વયંવર, અરણ્‍યકાંડના પ્રસંગો સહિતનું નૃત્‍ય તથા સંગીત સાથે ૧૦૦ જેટલા કલાકારોએ નિદર્શન કરાવ્‍યું હતું.

ઉપસ્‍થિતોના આભાર બાદ પ્રોગ્રામ સંપન્‍ન થયો હતો. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:23 pm IST)