Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

‘‘ગાંધી સમાજ ઓફ શિકાગો'' : ગુજરાતના સુરતથી તાપી સુધીના વતની તથા અમેરિકામાં વસતા ગાંધી પરિવારો દ્વારા ઉજવાઇ ગયેલો ૩૩મો વાર્ષિક પ્રોગ્રામ : ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન, ગણેશ વંદના, કલાસિકલ તથા બોલીવુડ ડાન્‍સ, ગુજરાતી લંચ તથા ડિનર સાથે પ્રોગ્રામનો આનંદ માણતાં ૭૦૦ જેટલા મેમ્‍બર્સ

શિકાગો : ભારતના સાઉથ ગુજરાતના સુરત થી તાપી સુધીના વિસ્‍તારના વતની તથા અમેરિકામાં વસતા ૩૨૦ જેટલા ગાંધી પરિવારો સંચાલિત ‘‘ગાંધી સમાજ ઓફ શિકાગો'' ના ઉપક્રમે ૩૩મો વાર્ષિક પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ૭૦૦ જેટલા મેમ્‍બર્સ ઉમટી પડયા હતાં.

વોટરફોર્ડ બેન્‍કવેટ,૯૩૩, એસ.રિવર સાઇડ, ડો.એલ્‍મહર્સ્‍ટ, ઇલિનોઇસ મુકામે ઉજવાયેલી  ૩૩મી ્‌વાર્ષિક એનીવર્સરીમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ડાન્‍સ, ગુજરાતી ભોજન તથા ડિનર સહિતના પ્રોગ્રામ યોજાયા હતા.

આ તકે વેરન્‍ડાર રીટાયરમેન્‍ટ કોમ્‍યુનીટીના CEO શ્રી ડો. અનુજા ગુપ્‍તા ચિફ ગેસ્‍ટ તરીકે હાજર રહયા હતાં. કોમ્‍યુનીટી સર્વિસ એવોર્ડ શ્રી અશ્વિન ગાંધી તથા શ્રી હેરી ગાંધીને તેમની કોમ્‍યુનીટી સેવા બદલ આપી તેઓને સન્‍માનિત કરાયા હતાં. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સિધ્‍ધી બદલ એજયુકેશન એવોર્ડસ પણ એનાયત કરાયા હતાં. શ્રી હિતેશ ગાંધી આગામી બે વર્ષ માટે  સમાજના પ્રેસિડન્‍ટ તરીકે સેવાઓ આપશે.

સાંસ્‍કૃતિક પ્રોગ્રામમાં જોડાયેલા પાંચ થી સાંઇઠ વર્ષ સુધીના કલાકારો એ કથ્‍થક, ગણેશ વંદના, કલાસિકલ તથા બોલીવુડ ડાન્‍સ, ગીતો, ગૃપ ડાન્‍સ સહિતની કૃતિઓ પેશ કરી હતી. તથા ભારત અને અમેરિકના રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. સાંસ્‍કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેનાર કલાકરોમાં માનસી ગાંધી, માયા ઘાયલ, સુહાની ગાંધી, રોમા ભગત, અમી ગાંધી, રિયા ઘાયલ, કેયુર ઘાયલ, ભૂમિકા બી ગાંધી તથા વિમલ ગાંધી સહિતનાઓનો સમાવેશ થતો હતો.

બાદમાં સહુ ઉપસ્‍થિતો ઉમંગભેર ઓપન ડાન્‍સમાં જોડાયા હતાં. અઢી કલાક ચાલેલા પ્રોગ્રામ બાદ સમાજના પ્રેસિડન્‍ટ શ્રી હિતેષ ગાંધીએ સહુનો આભાર માન્‍યો હતો. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(12:29 am IST)