Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

બિહાર રાજયના રાજગીર, પાવાપુરી તેમજ લછુઆર ક્ષેત્રમાં રચનાત્‍મક ક્ષેત્રે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરીને આજે સમગ્ર વિશ્વમાં વિરાયતન સંસ્‍થાએ એક અનોખુ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે : વિદેશોમાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોને ઉદાર દિલે આ સંસ્‍થાને અનુદાનમાં જરૂરી ફાળો આપવા પબ્‍લીક રીલેશન કમિટીના સભ્‍ય મિતલ જયંત શાહની હાકલ : આ સંસ્‍થા સેવા, શિક્ષણ અને સાધના એવા ત્રણ સ્‍થંભોના આશ્રયે વિકાસના પંથે આગળ વધી રહી છે અને સામાજીક ઉત્‍થાનના ક્ષેત્રે તેણે એક નવીન ભાત પાડેલ છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : બિહાર રાજયના રાજગીર, પાવાપુરી  તેમજ લછુઆર ક્ષેત્રમાં વિરાયતન નામની સંસ્‍થા સામાજીક ક્ષેત્રે અનેક પ્રકારની રચનાત્‍મક પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે અને તે પ્રવૃત્તિ સવિશેષ પ્રમાણમાં વેગવાન બની શકે તેમજ તેનો લાભ કોઇપણ જાતના ભેદભાવ વિના તમામ લોકોને પ્રાપ્ત થાય તે માટે શિકાગો નજીક વરનોનટીલ્‍સ પરગણામાં વસવાટ કરતા મિતલ જયંત શાહ કે જેઓ વિરાયતના ઇન્‍ટરનેશનલ પબ્‍લીક રીલસન કમીટીના સભ્‍ય છે તેમણે શિકાગોના પરગણા વિસ્‍તાર તેમજ સમગ્ર અમેરિકાના ભીન્ન ભીન્ના વિસ્‍તારમાં વસવાટ કરતા સમગ્ર ભારતીય પરિવારના સભ્‍યોને આ સંસ્‍થા દ્વારા જે સામાજીક ઉત્‍થાન માટે કાર્ય કરવામાં આવે છે. તેમાં સહભાગીદાર બની ઉદાર દીલે ફાળો આપવા આગ્ર ભરી વિનંતી કરેલ છે.

વિરાયતન સંસ્‍થા અંગે માહિતી આપતા મિલન જયંત શાહે અમારી મુલાકાતમાં જણાવ્‍યું હતું કે શૃખલામાંથી ઉદ્‌્‌ભવેલું એક અનોખા પ્રકારનું નામ છે. તેણે આ અંગે જણાવ્‍યું હતું કે જૈન સમાજના ર૪માં તીર્થકર ભગવાન મહાવીર સ્‍વામીના શબ્‍દમાંથી વીરશબ્‍દ અને આયતન એટલે પવિત્ર સ્‍થળ તેથી આ શબ્‍દોના સમુહને જો જોડવામાં આવે તો વિરાયતન એવો શબ્‍દ ઉદ્‌્‌ભવે છે તેથી અમારી સંસથાનું નામ વિરાયતન રાખવામાં આવેલ છે અને સમગ્ર વિશ્વમાં આ નામે અમારી ઓળખાય છે.

તેમણે આ સંસ્‍થાની માહિતી આપતાં વિશેષમાં જણાવ્‍યું હતું કે અમારી સંસ્‍થા દ્વારા સામાજીક ક્ષેત્રે તમામ લોકોનો વિકાસ થાય તેમજ સર્વે લોકો આર્થિક ક્ષેત્રે સ્‍વવલંબન બની શકે તેમજ તેઓને ધર્મ આધારિત જરૂરી જ્ઞાન સંપાદન થઇ શકે તેવી વિવ્‍ધિ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અમારી સંસ્‍થાની શરૂઆત સને ૧૯૭૩ના વર્ષમાં થઇ હતી અને તેના સ્‍થાપક તરીકે આચાર્યે શ્રી ચંદનાજીએ પોતાની કાર્યવાહી શરૂઆત કરી હતી અને તેના પ્રેરણાદાતા તરીકે રાષ્‍ટ્રસંત સ્‍વ. અમરમુનીજી મહારાજ સાહેબ હતા અને દિન પ્રતિદિન આ સંસ્‍થાનો વિકાસ થતાં અતયાર સુધીમાં કરોડોની સંખ્‍યામાં લોકોએ તેનો લાભ લીધો છે અને પોતાની જાતને ઉન્નત બનાવેલ છે.

આ સંસ્‍થામાં જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં નાની વયના કિશોરો તથા કિશોરીઓને જરૂરી શિક્ષણ આપવામાં આવે છે અને મોટી વયના થાય ત્‍યાં સુધીમાં સમાજ ઉપયોગ બને તેવી તમામ પ્રકારની તાલીમો આપવામાં આવે છે અને તે ક્ષેત્રમાં અમો અનુદાનો મેળવીએ છીએ તેમજ અમારો બીજો એક મોટો પ્રોજેકટ છે તે નેત્રની સારવાર અંગેનો છે.

આ પ્રોજેકટ અંગેની માહિતી આપતાં મિતલ શાહે જણાવ્‍યું હતું કે બિહાર જેવા ગરીબ રાજયમાં પ્રજાને પોતાની આંખ અને શરીરની જોઇએ તેવી માવજત રાખવા અંગેના જ્ઞાતિના અભાવે ગરીબ પ્રજા અનેક પ્રકારની પીડીઓ ભોગવી રહી છે અને આ બીના અમારા ધ્‍યાનમાં આવતાં તે પ્રશ્નને અગ્રગણ્‍ય માની તેને પ્રાધાન્‍ય આપવાની શરૂઆત કરી અને અત્‍યાર સુધીમાં અમોએ પોણા બે કરોડ નિસહાય લોકોની આંખની તપાસ કરેલ છે અને તેઓને જરૂરી દવાઓ આપેલ છે તેમજ પોણા ત્રણ લાખ ગરીબ લોકોને વિનામૂલ્‍ય આંખના મોતિયા તેમજ જે તેઓને અન્‍ય બિમારી આંખમાં હોય તો તેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવેલ છે અને આવા લોકોને નવીન દૃષ્‍ટિ પ્રાપ્ત થતા અમારી સંસ્‍થાને તેઓ હવે પોતાની માતૃ સંસ્‍થા તરીકે માનવા લાગ્‍યા છે. કોઇપણ વ્‍યકિત ૩૦ ડોલર અનુદાનમાં આપે તો એક વ્‍યકિતની આંખના મોતિયા અગર બીજા પ્રકારની જો તકલીફ હોય તે દૂર કરવામાં આવે છે.

આ પ્રોજેકટમાં મોટા ભાગમાં દાતાઓ  યોગ્‍ય અનુદાનો આપે છે અને તેનો લાભ લે છે તેવી રીતે શિક્ષણ ક્ષેત્રે પણ દાતાઓ યોગ્‍ય અનુદાન આપીને બાળકોને વધવા જરૂરી સહાય કરે છે આ સંસ્‍થા દ્વારા અનેક પ્રકારના પ્રોજેકટો સમાજના હિતાર્થે હાથ ધરવામાં આવેલ છે માટે આ અંગેની જરૂરી માહિતી મેળવવા માટે પબ્‍લીક રીલેકશન કમીટીના શિકાગોના સભ્‍ય મિતલ જયંત શાહનો ૮૪૭-૯ર૪-૪૦૦ર પર સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે. આ સંસ્‍થા સેવા, શિક્ષા અને સાધના જેવા આધાર સ્‍થંભોના સહારે આગવી વધી રહેલ છે અને સમાજના લોકોની સેવા કરી રહી છે. એવું મિતલ શાહે અંતમાં જણાવ્‍યું હતું.

(4:01 pm IST)